તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:બહેન સાથે આઇસ્ક્રીમ લેવા ગયેલા યુવાનને 4 જણે માર્યો

મહેસાણા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • વિજાપુરના ખત્રીકૂવા વિસ્તારનો બનાવ

વિજાપુરના ખત્રીકૂવા વિસ્તારમાં આવેલા એક પાર્લર પર બુધવાર રાત્રે આઇસ્ક્રીમ લેવા બહેન સાથે ગયેલા ભાઇએ 4 શખ્સોને જાહેરમાં અપશબ્દો બોલવાની ના પાડતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં શખ્સોએ યુવાનને માર માર્યો હતો.

વિજાપુરના ભાટવાડામાં રહેતાં મેહુલગીરી વિષ્ણુગીરી ગોસ્વામી બુધવાર રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ બહેન સાથે ખત્રીકુવા વિસ્તારમાં આવેલા નંદન પાર્લર પર આઇસ્ક્રીમ લેવા ગયા હતા. પાર્લરની બાજુમાં ઉભેલા લોકો જાહેરમાં અપશબ્દો બોલતાં હોઇ મેહુલગીરીને તેમને અપશબ્દો બોલવાની ના પાડી હતી.

જેને લઇ મામલો બિચકાતાં બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ ઉશ્કેરાયેલા રાઠોડ લાલસિંહ નટવરસિંહ, રાઠોડ નટવરસિંહ રામસિંહ, રાઠોડ સુરેશસિંહ ભીખુસિંહ અને રાઠોડ હરેશસિંહ નટવરસિંહએ યુવાનને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઝપાઝપીમાં યુવાનના ગળામાંથી સોનાની ચેઇન પણ પડી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો