તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:દીકરીને લેવા સાસરીમાં આવેલા યુવકે પત્નીને મારી, સાસુનો હાથ ભાગી નાખ્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સતલાસણાના ખિલોડની ઘટના, મહિલાની પતિ સામે ફરિયાદ
  • પત્ની-સાસુ પર હુમલો કરી 4 વર્ષની દીકરીને લઇ પતિ ભાગી ગયો

સતલાસણાના ખિલોડ ગામે 4 વર્ષની દીકરીને લેવા આવેલા યુવકે પિયરમાં રિસણે બેઠેલી પત્ની અને તેની માતા ઉપર હુમલો કર્યો હતો. જેમાં મહિલાની માતાને હાથે ફ્રેક્ચર થયું હતું. હુમલો કરી યુવક દીકરીને બાઇક પર લઇ ભાગી ગયો હતો. આ અંગે મહિલાએ પતિ સામે સતલાસણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ખિલોડનાં ચંપાબેન સોલંકીના ચારેક વર્ષ પહેલાં ઊંઝાના કરલીના જીગરભાઇ સોલંકી સાથે લગ્ન થયાં હતાં. જેમને ત્યાં એક દીકરી માહીનો જન્મ થયો હતો.

પરંતુ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન આવતાં 4 વર્ષની માહી સાથે દોઢેક વર્ષથી ચંપાબેન રિસાઇને પિયર ખિલોડમાં માતા કંકુબેન સાથે રહે છે. શુક્રવાર સાંજે ચંપાબેન, દીકરી માહી અને માતા કંકુબેન સાથે ખેતરથી ઘરે જતાં હતાં, ત્યારે રસ્તામાં જીગરભાઇએ દીકરી માહી મને આપી દે તેમ કહેતાં ચંપાબેને સમાજના માણસો લઇ આવી આપણા સંબંધનો રસ્તો કાઢી નાખો તેમ કહ્યું હતું.

જીગરભાઇએ પત્ની ચંપાબેનને માર માર્યો હતો અને કંકુબેનને લાકડાનો ધોકો મારી જીગરભાઇ માહીને બાઇક પર લઇ જતો રહ્યો હતો. હુમલામાં કંકુબેનને હાથે ફેક્ચર થયું હતું. ચંપાબેને પોલીસમાં જીગર સમાભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...