નજીવી બાબતે મારામારી:કડીના અગોલ ગામ નજીક બાઈક સાઈડમાં કરવાની બાબતે યુવાનને માર માર્યો, 4 સામે પોલીસ ફરિયાદ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તામાં બાઈક નડતર રૂપ હોય તેને સાઈડમાં કરવા યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
  • બાવલું પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી

કડીના અગોલ ગામની પાસે બાઈક સાઇડમાં કરવા જેવી નજીવી બાબતે યુવાનને કેટલાક શખ્સોએ માર માર્યો હતો. યુવાન અને તેના પિતા ગાડી લઈને આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં બાઈક નડતર રૂપ હોય તેને સાઈડમાં કરવા જતા 4 શખ્સોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ગાડીના પણ કાચ તોડી નાખ્યા હતા. આ અંગે ચારેય ઈસમો સામે બાવલું પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ પંથોડા ગામમાં રહેતા સોહિલ અલીમિયા અકબરમિયા અને તેમના પિતા રાત્રીના ઘરે હાજર હતા. આ દરમિયાન તેમના ભાઈ સોયબઅલીનો ફોન આવ્યો કે, સાણદ લગ્નમાં હોય અને ત્યાં માથાકૂટ થઈ છે તો લેવા માટે આવો. જેથી તેમના પિતા ગાડી લઈ અણદેજ ગયેલા અને તેમના ભાઈ સોયઅબલી લઈ પરત પંથોડા આવતાં હતા. ત્યારે રાત્રીના સમયે અગોલ ગામ પસાર કરી સુર્યમ ફાર્મ નજીક આવતા એક બાઇક રસ્તા ઉપર પડ્યુ હતું જેથી તેઓની ગાડી રસ્તામાંથી નિકળી ન શકે તેમ હોય ગાડી ચાલકે નીચે ઉતરીને બાઈક સાઈડમાં કરી હતી. ત્યારે અગોલ ગામનાં ખોખર અંતર મોતીભાઈ તથા રાઠોડ ઇર્ષાદ ઈમામભાઇ આવ્યા અને કહેવા લાગ્યા કે અમારી બાઇકને કેમ તે હાથ લગાવ્યો. તેમ કહીને બને યુવાનો જેમ તેમ ગાળો બોલવા લાગ્યા હતા. તેમજ અંતરના હાથમાં લાકડી હોય જે બરડાના ભાગે મારી હતી.

આ દરમિયાન અંતર અને ઈર્ષાદનું ઉપરાણું લઇને તેમના ગામના રાઠોડ અમન પ્રવીણભાઈ તથા ખોખર ફિરદોષ અબ્દુલભાઈએ આવીને ગડદા પાટુનો માર માર્યો હતો. તેમજ તેમની ગાડીનો આગળનો કાચ તોડી નાખ્યો હતો. જેથી ગાડીને નુકસાન થયું છે. ત્યારે રસ્તામાં આવતા જતા લોકો ભેગા થઈ જતાં ત્યાંથી તે ચારેય લોકો ભાગી ગયા હતા અને કહેવા લાગેલ કે, આજ તો બચી ગયા છો પણ ફરીથી ગામમાં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે આ ઘટનાને લઇને ચારેય ઈસમો સામે બાવલું પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...