જીવલેણ હુમલો:નોરતાના યુવકને ગુદાના ભાગે ખંજર ભોંકતાં 24 ટાંકા આવ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તું ગામમાં કેમ આવ્યો છે કહી ત્રણ શખ્સો તૂટી પડ્યા
  • લણવાથી ખસેડી ધારપુર સિવિલમાં ઓપરેશન કરાયું

પાટણના નોરતા ગામનો યુવક શુક્રવારે મહેસાણાના ગોરાદમાં આવ્યો હતો. ત્યારે ગામના ત્રણ શખ્સો કહેવા લાગ્યા કેે તું ગામમાં કે આવ્યો છે કહી મારામારી કરી તેમજ યુવકને ગુદાના ભાગે ખંજર ભોંકી દેતા યુવક લોહીલુહાણ થઇ ગયો હતો. યુવકને સારવાર અર્થે લણવાથી ખસેડી ધારપુર સિવિલમાં લઇ જવાયો હતો. જ્યાં યુવકને 24 ટાંકા આવ્યા હતા. આ અંગે તાલુકા પોલીસમાં 3 સામે ફરિયાદ નોંધાઇ છે.

નોરતા ગામના 23 વર્ષીય અક્ષયસિંહ કનુજી ઠાકોર અને શ્યામજી કાન્તીજી ઠાકોર શુક્રવારે રિક્ષા લઇ મહેસાણાના ગોરાદ ગામે વીર મહારાજની પ્રતિષ્ઠામાં આવ્યા હતા અને ત્યારે શ્યામજીભાઇની બહેનના ઘરે રિક્ષા મૂકી બાઇક લઇને જતા હતા. ત્યારે રસ્તામાં મૂળ ગોરાદના અને હાલ પાટણ વેદ સોસાયટીમાં રહેતા મનીષજી ઠાકોર સહિત ત્રણ શખ્સોએ બાઇક રોકી તું અમારા ગામમાં કેમ આવ્યો છે તેમ કહી ગાળો બોલી મારામારી કરી હતી. જે પૈકી ચમનજી ઠાકોરે અક્ષય ઠાકોરને ગુદાના ભાગે ખંજર ભોંકી દેતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

આ સમયે માણસો ભેગા થઇ જતાં ત્રણે શખ્સો નાસી ગયા હતા. બાદમાં અક્ષયસિંહને લણવા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ રીફર કરાયો હતો. જ્યાં ઓપરેશન કરતાં 24 ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત અક્ષયસિંહ ઠાકોરે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગોરાદના મનીષજી હીરાજી ઠાકોર, મહેશજી હીરાજી ઠાકોર અને ચમનજી મણાજી ઠાકોર વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...