ફરીયાદ:ઊંઝા પંથકની યુવતીને બાઈક ઉપર તબેલામાં લઇ જઈ યુવકે દુષ્કર્મ આચર્યું

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસ્વીર - Divya Bhaskar
ફાઇલ તસ્વીર
  • તારો ભાઇ અંધારામાં બહાર ફરે છે લઇ જા તેમ કહી બહાર બોલાવી
  • દુષ્કર્મ કરનાર કહોડાના અને મદદગાર સમોડાના શખ્સ સામે ગુનો

ઊંઝા પંથકના એક ગામની યુવતીને ફોન કરી તેનો ભાઈ અંધારામાં બહાર ફરતો હોઇ લઈ જવાનું કહી બળજબરીપૂર્વક બાઈક ઉપર બેસાડી તબેલામાં ઢસડી જઇ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કહોડા અને સમોડા ગામના 2 શખ્સો સામે ઊંઝા પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરવા સહિતની કાર્યવાહી કરી હતી.

ઊંઝા પંથકના એક ગામની 20 વર્ષીય યુવતીના નાનાભાઈના મોબાઈલ ઉપર કહોડાના કિરણજી સુદાજી ઠાકોર અને સિદ્ધપુરના સમોડા ગામના દિલીપ ચૌધરીએ ફોન કરી તારો ભાઈ અહીં રોડ પર ફરે છે આવીને લઈ જા તેમ કહી ઘરની નજીક રસ્તા ઉપર રાતના અંધારામાં બોલાવી યુવતીના મોઢા ઉપર રૂમાલ મૂકી દઈ બળજબરીપૂર્વક બાઈક ઉપર બેસાડી કહોડા- સમોડા ગામની વચ્ચે આવેલા તબેલામાં લઈ ગયા હતા. જ્યાં ઘાસચારો ભરેલી ઓરડીમાં કિરણ ઠાકોરે દુષ્કર્મ આચર્યું હતું.

ત્યાર બાદ યુવતીને સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પર ઉતારી બંને શખ્સો ભાગી ગયા હતા. યુવતીએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં કિરણજી સુદાજી ઠાકોર (રહે.પાણીની ટાંકી પાસે, કહોડા) અને મદદગારી કરનાર દિલીપ ચૌધરી (રહે.સમોડા) સામે ફરિયાદ આપતાં પોલીસે અપહરણ અને દુષ્કર્મ સહિતનો ગુનો નોંધાયો છે.

ઊંઝા પીઆઈ એસ.જે. વાઘેલાએ કહ્યું કે, યુવતીનું 164 મુજબ નિવેદન લઈ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...