તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:દર્શન શબ્દનો અર્થ છે શ્રદ્ધા:જૈનાચાર્ય

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ઉપનગર જૈનસંઘમાં જયસુંદર સૂરીશ્વરજી મ.સા.નું પ્રવચન

મહેસાણા શહેરના ઉપનગર જૈન સંઘમાં પ્રવચનકાર પૂ.આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.એ સમ્યગદર્શન- મિથ્યાદર્શન અંગે વાત કરતાં કહ્યું કે, જૈનદર્શકમાં આખરે ઉપાદેય કોઈ તત્ત્વ હોય તો તે મોક્ષતત્વ છે. મોક્ષ સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ છે અન્યોન્ય સમન્વિત સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન, સમ્યક ચારિત્ર. દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા, માન્યતા અથવા ભરોસો.

સમ્યક્ દર્શનનો અર્થ છે, તત્ર શ્રદ્ધા અથવા તત્ર રૂચિ અથવા વાસ્તવિક સત્ય ઉપર ગાઢ વિશ્વાસ. એમ પણ કહ્યું કે, સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગ મહાપુરુષોએ જે કહ્યું છે તે જ સાચું છે જેમાં કોઇ સંદેહને સ્થાન નથી. સંગત, અહિતકર, અવિશ્વસનીય, ભ્રમપૂર્ણ, અધૂરી, દુર્ગુણ પોષક, દુર્ગુણ ઉત્તેજક, સદગુણદૂષક, સદ્ગુણ વિરોધી મતિકલ્પનાના તરંગ જેવા મંતવ્યો, ઉચ્છૃંખલ વિચારો, આડેધડ લેખો, ઉડઝુડિયા માન્યતાઓ, અસત્ય ભરપૂર આસ્થાઓ આ બધું મિથ્યાદર્શન છે. મિથ્યાદર્શન હંમેશા ઉન્માર્ગનું પોષક, સન્માર્ગનું ભંજક અને ભ્રમણાઓનું પ્રચારક કે પ્રસારક હોય છે. પિત્તળને સોનું માની લેવું, કાચને હીરો માની લેવો, દુર્જનને સજ્જન માની લેવો, ઠગને સદ્દગુરુ માની લેવો, બદમાશને આરાધ્ય દેવ માની લેવો અથવા તેનાથી ઊલટું સજ્જનને દુર્જન માની લેવો વગેરે આ બધું મિથ્યાદર્શન છે.

જો સાધકે મોક્ષ સુધી પહોંચવું હોય તો તેને તો કુશાસ્ત્રોને છોડીને કલ્યાણ કર જ્ઞાની મહાપુરુષ વિરચિત શાસ્ત્રોને, કુગુરુઓને છોડીને સદ્દગુરુને અને મિથ્યા કુલધર્મ છોડીને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ ધર્મનું આલંબન લેવું જ પડશે. સંસારમાં તો ઠેર ઠેર અધર્મપોષક, અસત્ય ગર્ભિત, કૂટનીતિ પ્રયોજક, લોભ, લાલસા, પોષનારા, હિંસા વગેરે દુષ્કર્મની વાહ વાહ કરનારા લેખો, મંતવ્યો, માન્યતાઓ, વિચારો, ચિંતનો, દુરાગ્રહો, હઠાગ્રહો, કદાગ્રહોને ઉત્તેજન આપનાર, અહિંસા વગેરે ધાર્મિક નૈતિક મૂલ્યોની ઠેકડી ઉઠાવનાર ગ્રંથો, પુસ્તકો, મેગેઝિનો, પત્રો, ચેનલોનો રાફડો ફાટ્યો છે.

અન્ય સમાચારો પણ છે...