તપાસ:મહેસાણાના ગોરાદ તળાવમાં ડૂબી જવાથી મહિલાનું મોત નીપજ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા તાલુકાના ગોરાદ ગામના તળાવમાં ડૂબી જતા 48 વર્ષિય મહિલાનું મોત થયું હતું. મૃતકના પતિએ પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસે ઘટના સ્થળ ઉપર પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોરાદ ગામના તળાવમાં મીનાબા અજીતસિંહ ડાભી (48)નું ડૂબી જવાથી મોત થયું હતું. આશરે 9-50 વાગે બનેલી ઘટના અંગે મૃતક મહિલાના પતિ ડાભી અજીતસિંહ જવાનસિંહે પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસે સ્થળ ઉપર જઈ, નાયબ મામલતદાર જે.વી.જાનીને સાથે રાખી ઈન્કવેસ્ટ ભરીને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, મૃતક મહિલા બુધવારે રાત્રે ગુમ થતાં ડેરીના સીસી ટીવી ચેક કરતાં તેણી તળાવ બાજુ જતી હોવાનું જણાયું હતું. તેના આધારે તળાવમાં તપાસ કરતાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...