ઉત્તર ગુજરાતમાં મંગળવારે મોટાભાગે પવનની દિશા ઉત્તર-પૂર્વની રહી હતી. તેમજ આ પવન જમીન સ્તરથી નજીકથી પસાર થયા હતા. જેને લઈ ઠંડી 1 ડિગ્રી સુધી વધી હતી. વહેલી સવારે ધુમ્મસછાયા વાતાવરણ વચ્ચે ઝાકળવર્ષા જોવા મળી હતી. બીજી બાજુ, દિવસનું તાપમાન અડધો ડિગ્રી ઘટતાં ગરમીનો પારો 28.8 થી 29.2 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. તેમ છતાં સવારે કાતિલ ઠંડીના ચમકારા બાદ બપોરના સમયે ગરમીનો અનુભવ થયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક સુધી તાપમાનમાં સામાન્ય વધ-ઘટ રહેશે. 13મીથી શરૂ થનાર જાન્યુઆરીના બીજા રાઉન્ડમાં તાપમાન ફરી 10 ડિગ્રીથી નીચે આવતાં હાડ થીજાવતી ઠંડી પડશે.
ઉ.ગુ.માં ઠંડીનો પારો
મહેસાણા | 14.5 (-1.1) ડિગ્રી |
પાટણ | 14.7 (-0.6) ડિગ્રી |
ડીસા | 14.7 (-0.6) ડિગ્રી |
હિંમતનગર | 15.8 (-0.3) ડિગ્રી |
મોડાસા | 14.9 (-0.2) ડિગ્રી |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.