સમાધાન:બે દીકરીઓ સાથે 5 વર્ષથી રિસામણે રહેલી પત્નીનું પતિ સાથે સમાધાન થયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંતાનમાં દીકરો ન હોઇ પતિ બે દીકરીઓ અને પત્નીને મારઝૂડ કરતો હતો
  • મહેસાણા પોલીસ બેઈઝ્ડ મહિલા સહાયતા કેન્દ્રની સમજાવટથી લગ્નજીવન ફરી પાટે ચડ્યું

મહેસાણા તાલુકાના એક ગામની મહિલાનું પોલીસ બેઈઝ્ડ મહિલા સહાયતા કેન્દ્રના પ્રયાસથી 5 વર્ષે પતિ સાથે સમાધાન થયું હતું. બે દીકરીઓ બાદ 5 મહિનાનો ગર્ભ હોવા છતાં પતિ અવાર નવાર મારઝૂડ કરતો હોઇ મહિલા બંને દીકરીઓ સાથે પિયરમાં રહેવા ચાલી ગઈ હતી.

મહેસાણા તાલુકાના એક ગામના 35 વર્ષિય મહિલાને સંતાનમાં 10 વર્ષ અને દોઢ વર્ષની બે દીકરીઓ હતી. દીકરો નહીં હોવાથી પતિ અવાર નવાર મારઝૂડ કરતો હતો. સાસુ સસરા નહીં હોવાથી પતિ ઘરે પૈસા પણ આપતો નહોતો. જ્યારે બંને દીકરીઓને પણ મારઝુડ કરતો હોઇ પત્ની રિસાઈને પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. જોકે, પતિ બોલાવતો નહીં હોવાથી મહિલાએ પોલીસ બેઈઝડ મહિલા સહાયતા કેન્દ્રમાં અરજી આપી હતી. આથી કેન્દ્રનાં યામિનીબેન રાઠોડ અને નિલમબેન પટેલે પતિને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું. પરંતુ, પતિ નહીં માનતા સમાજના આગેવાનો અને સંબંધીઓને બોલાવી ગૃપ મિટિંગ કરી હતી.

મહિલા ગર્ભવતી હોવા છતાં પતિને દીકરો જોઈતો હોવાથી મારઝૂડ કરતો હોવાની રજૂઆત કરી હતી. તેથી મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલરોએ દીકરો-દીકરી એક સમાન, હવે દીકરીઓ પણ દીકરા સમોવડી બનવા લાગી છે તેવી રીતે સમજણ આપતાં પતિ સમાધાન કરવા તૈયાર થયો હતો. મહિલા સહાયતા કેન્દ્રથી જ પતિ બંને દીકરીઓ સાથે પત્નીને ઘરે તેડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...