તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઓ ગુમ:મોડાસા શહેરમાં માર્બલ ફેક્ટરીના બે ભાગીદારોની પત્ની ગુમ થતાં ચકચાર

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ માર્બલ ફેક્ટરીના બે ભાગીદારોની પત્ની એક જ મકાનમાં રહેતી

મોડાસા શહેરના માલપુર રોડ ઉપર આવેલી ગ્રીનસિટીમાં રહેતા અને જીઆઇડીસીની સામે આવેલ રાજ માર્બલ ફેક્ટરીના ભાગીદારોની 35 વર્ષીય અને 22 વર્ષીય પત્નીઓ રવિવારથી ગુમ થતાં ચકચાર મચી ગઇ છે. રવિવારે આ બંને મહિલાઓ મોબાઇલ ફોન દ્વારા મોડાસા બજારમાં ખરીદી કરવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. દરમિયાન બંને પાર્ટનરો સાંજે ઘરે પરત ફર્યા ત્યારે બંને ઘરમાં ન દેખાતાં તેમણે શહેરમાં તેમજ સગાવહાલાઓમાં તપાસ હાથ ધરી હતી. પરંતુ બંનેનો ક્યાંય પત્તો ન લાગતાં મહિલાઓ ગુમ થયા હોવાની ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

મોડાસાના મૂળ અમલાઇ કંપાના અને મોડાસા શહેરના માલપુર રોડ ઉપર એ-4 ગ્રીનસિટીમાં રહેતા અને મોડાસાના જીઆઇડીસી ગેટની સામે રાજ માર્બલ ફેક્ટરી ધરાવતા હરેશભાઈ ઈશ્વરભાઈ પટેલના પત્ની નિશાબેન પટેલ (35) અને તેમના પાર્ટનર રોહિતકુમાર શિવરામભાઈ પટેલના પત્ની ધરતીબેન (22) મૂળ રહે. સેજલપુરા તા. પાલનપુર જિ. બનાસકાંઠા બંને પાર્ટનરો હરેશભાઈના એક જ મકાનમાં રહેતા હતા. રવિવારે બંને પાર્ટનરો ફેક્ટરી પર હતા. દરમિયાન 12:00 વાગે બંનેની પત્નીઓએ 5 થી 10 મિનિટમાં મોબાઈલ ફોન ઉપર જણાવ્યું કે અમે બન્ને બજારમાં ખરીદી કરવા જઈએ છીએ જમવાનું બની ગયું છે તમે આવીને જમી લેજો ત્યારબાદ બંને પાર્ટનર એક વાગ્યાના સમયે ઘરે આવીને જમીને પરત ફેક્ટરી પર ગયા હતા. 6:00 વાગે પરત ફર્યા ત્યારે બંને હાજર જણાઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...