તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકચાર:મોડાસામાં માર્બલ ફેક્ટરીના બે ભાગીદારોની પત્ની ગુમ, બંને એક જ મકાનમાં રહેતી

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મોડાસા શહેરના માલપુર રોડ ઉપર આવેલી ગ્રીનસિટીમાં રહેતા અને જીઆઇડીસીની સામે આવેલ રાજ માર્બલ ફેક્ટરીના ભાગીદારોની 35 વર્ષીય અને 22 વર્ષીય પત્નીઓ રવિવારથી ગુમ થતાં ચકચાર મચી ગઇ છે. રવિવારે આ બંને મહિલાઓ મોબાઇલ ફોન દ્વારા મોડાસા બજારમાં ખરીદી કરવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી. દરમિયાન બંને પાર્ટનરો સાંજે ઘરે પરત ફર્યા ત્યારે બંને ઘરમાં ન દેખાતાં તેમણે શહેરમાં તેમજ સગાવહાલાઓમાં તપાસ હાથ ધરી હતી. પરંતુ બંનેનો ક્યાંય પત્તો ન લાગતાં મહિલાઓ ગુમ થયા હોવાની ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

મોડાસાના મૂળ અમલાઇ કંપાના અને મોડાસા શહેરના માલપુર રોડ ઉપર એ-4 ગ્રીનસિટીમાં રહેતા અને મોડાસાના જીઆઇડીસી ગેટની સામે રાજ માર્બલ ફેક્ટરી ધરાવતા હરેશભાઈ ઈશ્વરભાઈ પટેલના પત્ની નિશાબેન પટેલ (35) અને તેમના પાર્ટનર રોહિતકુમાર શિવરામભાઈ પટેલના પત્ની ધરતીબેન (22) મૂળ રહે. સેજલપુરા તા. પાલનપુર જિ. બનાસકાંઠા બંને પાર્ટનરો હરેશભાઈના એક જ મકાનમાં રહેતા હતા. રવિવારે બંને પાર્ટનરો ફેક્ટરી પર હતા. તે દરમિયાન 12:00 વાગે બંનેની પત્નીઓએ 5 થી 10 મિનિટના સમયગાળામાં મોબાઈલ ફોન ઉપર જણાવ્યું કે અમે બન્ને બજારમાં ખરીદી કરવા જઈએ છીએ જમવાનું બની ગયું છે તમે આવીને જમી લેજો ત્યારબાદ બંને પાર્ટનર એક વાગ્યાના સમયે ઘરે આવીને જમીને પરત ફેક્ટરી પર ગયા હતા. જ્યારે 6:00 વાગે પરત ફર્યા ત્યારે ગ્રીનસિટીના મકાનમાં બંનેની પત્નીઓ હાજર ન જણાતાં તેમણે સોસાયટીના રહીશોને તેમજ સગા સંબંધીઓની પૂછપરછ કરી હતી. પરંતુ ક્યાંય બંનેનો પત્તો લાગ્યો ન હતો બંને મહિલાઓને ગુમ થયાને 3 દિવસ જેટલો સમય વિતવા છતાં કોઈ પત્તો ન લાગતાં હરેશભાઈ પટેલ રહે. ગ્રીનસિટી મોડાસાએ ટાઉન પોલીસમાં જાણવાજોગ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

સોસાયટીના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં બંને મહિલાઓ સાથે નીકળી હોવાનું દેખાય છે
આ અંગે હરેશભાઈનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે બંને મહિલાઓ ઘરે થી ચાલતી નીકળી હતી ત્યારબાદ રિક્ષા કરીને ચાર રસ્તા સુધી પહોંચી હોવાની માહિતી મળી હતી. જોકે ગ્રીનસિટીના સીસીટીવી ફૂટેજમાં બંને મહિલાઓ સાથે નીકળી હતી અને તેમનો બાર વર્ષનો પુત્ર દિવ્ય વતનમાં તેમના પિતા પાસે હોવાનું જણાવ્યું હતું.

અમે બંને બજારમાં ખરીદી કરવા જઇ છીએ જમવાનું બની ગયું છે તમે આવીને જમી લેજો
રવિવારે 12:00 વાગે બંનેની પત્નીઓએ 5 થી 10 મિનિટના સમયગાળામાં મોબાઈલ ફોન ઉપર જણાવ્યું કે અમે બન્ને બજારમાં ખરીદી કરવા જઈએ છીએ જમવાનું બની ગયું છે તમે આવીને જમી લેજો ત્યારબાદ બંને પાર્ટનર 1 વાગ્યાના સમયે ઘરે આવીને જમીને પરત ફેક્ટરી પર ગયા હતા. જ્યારે 6:00 વાગે પરત ફર્યા ત્યારે ગ્રીનસિટીના મકાનમાં બંનેની પત્નીઓ હાજર ન જણાતાં શોધખોળ હાથ ધરતાં ગુમ થયાની જાણ થઇ હતી.

બંને હાજર ન મળતાં આજુબાજુ શોધખોળ કરી
મકાનમાં બંનેની હાજર ન જણાતાં તેમણે સોસાયટીના રહીશોને તેમજ સગા સંબંધીઓની પૂછપરછ કરી હતી. પરંતુ ક્યાંય બંનેનો પત્તો લાગ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...