તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ભત્રીજીના અપહરણની ધમકી આપતાં પત્નીએ પતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવકને બીજી યુવતી સાથે આડાસંબંધો હોવાનો અને ત્રાસ અપાતો હોવાનો પત્નીનો આક્ષેપ

14 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કરનાર યુવકે દોઢ વર્ષ અગાઉ સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ થતાં પત્નીને ઘરમાંથી કાઢી મૂકી તેણીના ભાઇની પુત્રીનું અપહરણ કરવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.

મહેસાણામાં શ્રીનાથ એપાર્ટમેન્ટમાં રહેતી નિકીતાએ વર્ષ 2006માં પાર્થ રાવલ સાથે પ્રેમ સંબંધ હોઇ પરિવારની મરજીથી લગ્ન કર્યા હતાં. નિકીતાના આક્ષેપ મુજબ, દોઢ વર્ષ અગાઉ પતિની સાથે નોકરી કરતી ખંભાતની ધ્વની પંચાલ સાથે પ્રેમ થતાં તેમના લગ્નજીવનમાં વિવાદ થયો હતો અને વ્યસને ચઢી ગયેલા પતિ ઝઘડા કરી ત્રાસ આપતો હતો અને પોતાનો ખર્ચ કાઢવા શરૂ કરેલી નોકરી બંધ કરાવી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યાર બાદ પાર્થ રાવલે સસરાને ફોન કરી ટાંટિયા ભાગી નાખવાની અને સાળા કૃણાલની પુત્રી હલ્દીને ઉપાડી જવાની ધમકી આપતાં નિકીતાએ બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં પતિ પાર્થ અનિલભાઇ રાવલ (રહે. મહાલક્ષ્મી સોસાયટી, મહેસાણા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બે સંતાનોને મળવા સામે પ્રતિબંધ
ઘરમાંથી જ્યારે મહિલાને કાઢી મૂકી ત્યારે પતિએ બે સંતાનોને સાથે મોકલવા ઇન્કાર કરી સંતાનો જોતા હોય તો કોર્ટમાંથી મેળવી લેજે તેમ કહેવા છતાં તેણી અવાર નવાર મોબાઇલ પણ પુત્રો સાથે વાતચીત કરતી હતી. જ્યારે પતિને પુત્રોને મળવા દેવાની વાત કરે ત્યારે તે હંમેશા દીકરાઓને તને મળવા દઇશ નહીં તેમ કહેતાં સમાજના આગેવાનોની પણ દરમિયાનગીરી કરાવી હતી. હાલમાં મહિલાને તેના પતિએ છુટાછેડા મેળવવા નોટિસ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો