તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:વહેમીલા પતિથી કંટાળી પત્નીએ ગળે ટૂંપો ખાઇને આપઘાત કર્યો

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણાના તળેટીની વીરનગર સોસાયટીની ઘટના
  • બહેનના મામેરામાં માત્ર હાજરી આપીને પત્નીને ઘરે લઇ ગયો હતો

મહેસાણાના તળેટી ગામે વીરનગર સોસાયટીમાં 20 વર્ષની યુવતીએ વહેમીલા પતિના ત્રાસથી કંટાળી ગળે ટૂંપો ખાઇ આપઘાત કરવાના કેસમાં યુવતીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જમાઇ સામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો.સતલાસણાના ખિલોડ ગામના બાબુભાઇ તેજાભાઇ સેનમાની 20 વર્ષની પુત્રી અંજનાના લગ્ન ત્રણ વર્ષ અગાઉ ઊંઝાના કહોડાના અને હાલ મહેસાણાના તળેટી ગામે વીરનગર સોસાયટીમાં રહેતા કમલેશ નરેશભાઇ સેનમા થયા હતા.

અંજના લગ્ન કરીને સાસરીમાં આવી ત્યારથી પતિ તેના પર ખોટા વહેમ રાખી મારઝુડ કરતો હતો. પતિના અસહ્ય ત્રાસથી કંટાળેલી યુવતીએ પિતાને ફરિયાદ કરી હતી, પરંતુ સંતાનમાં 7 પુત્રીઓ હોઇ પિતાએ પણ જમાઇ સુધરી જશે તેવું આશ્વાસન આપ્યું હતું. જેતરમાં બહેનના ઘરે મામેરામાં ગયેલી યુવતીને તેનો પતિ જમવા માટે માંડ રોકાઇને ઘરે સાથે લઇ ગયો હતો અને તેજ રાત્રે એક વાગે અંજનાની તબિયત ખરાબ હોવાનો તેના પિતાને ફોન મળતાં તેઓ મહેસાણા દોડી આવ્યા હતા.

પુત્રીએ ગળે ટૂંપો ખાઇ આપઘાત કર્યો હોવાની જાણ થતાં ભાગી પડેલા પિતા બાબુભાઇ સેનમાએ એવો આક્ષેપ કર્યો હતો કે, પુત્રીએ આપઘાત કર્યો નથી પરંતુ તેની હત્યા કરાઇ છે. તેના માથાના પાછળના ભાગે ઇજા હતી અને લોહી નીકળતું હતું. જમાઇએ પુત્રીની હત્યા બાદ લાશ લટકાવી દીધી છે. જોકે, પોલીસે હાલના તબક્કે બાબુભાઇ સેનમાની ફરિયાદ લઇ કમલેશ નરેશભાઇ સેનમા સામે પત્નીને આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...