વાતાવરણ:ડિસેમ્બરમાં ફરી વાતાવરણ પલટાશે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર ચાર ડિગ્રી ઘટશે

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંગાળની ખાડીમાં બનેલી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ ગુજરાત નજીક આવતાં પુન: વાતાવરણ વાદળછાયું બનશે

ઉત્તર ગુજરાતમાં ગુરૂવારે લઘુત્તમ તાપમાનમાં 1 ડિગ્રીના ઘટાડા સાથે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 15 થી 16 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. હવામાન વિભાગના મત્તે આગામી 2 થી 3 દિવસ ઠંડીની સ્થિતિમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ બની છે. જે ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે.

આ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ આગામી તા.28 નવેમ્બરે અરબી સમુદ્રમાં આવી શકે છે. ત્યાર બાદ 1 ડિસેમ્બરની આસપાસ આ સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં પ્રવેશ કરતાં ઉત્તર ગુજરાત સહિત રાજ્યનું વાતાવરણ ફરી એકવાર વાદળછાયું બની શકે છે. જેના કારણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં દક્ષિણ-ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાત વાદળછાયું બનતાં ઠંડીનું પ્રમાણ 4 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે.

5 શહેરોમાં ઠંડી
શહેરડિગ્રી
મહેસાણા15.0(-1.0)
પાટણ15.3(-0.6)
ડીસા15.4(-0.4)
ઇડર15.5(-0.4)
મોડાસા15.6(-0.4)
અન્ય સમાચારો પણ છે...