તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહિશો ત્રાહિમામ:અડધા માનવઆશ્રમ વિસ્તારમાં હજુ નર્મદાનું પાણી પહોંચ્યું નથી, કોમ્યુનિટી હોલની ઝંખના

મહેસાણા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગાયત્રી મંદિર રોડ વરસાદી પાણી નિકાલ ગટર બની જતાં રહિશો ત્રાહિમામ

મહેસાણા પાલિકાના વોર્ડ નં.3 જીઇબીથી માનવ આશ્રમ વિસનગર- ગાંધીનગર લીંક રોડને સ્પર્શતા ભરચક સોસાયટી વિસ્તારમાં સફાઇ, સ્ટ્રીટલાઇટ જેવી પ્રાથમિક સુવિધા તો છે, પણ નર્મદાના પાણીની વર્ષો જૂની માગણી અડધા વિસ્તારની જ સંતોષાઇ છે, હજુ 30 જેટલી સોસાયટી નર્મદાનું પાણી ઝંખી રહી છે. જ્યાં નર્મદાના પાણી પહોંચ્યા એમાંયે લાઇન સાફ કરવાની બાકી હોઇ પાણીમાં ડહોળાશની બૂમો ઉઠી છે.

હરસિદ્ધનગરના યુસુફ મનસુરીએ કહ્યું કે, હરસિદ્ધનગર, આચાર્યનગર, એકલવ્ય સહિત 15થી વધુ સોસાયટીને હજુ નર્મદાનું પાણી મળ્યું નથી. અમનપાર્કના ગફુર મનસુરીએ કહ્યું કે, જીઇબીએ સાંજે શાકમાર્કેટ ભરાતાં વાહન કાઢવું, ચાલવું મુશ્કેલ છે. શાકમાર્કેટની જગ્યા માટે વિચાર કરવો જોઇએ. ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પ્રો. આનંદ મંકોડિયાએ કહ્યું કે,

ગાયત્રી મંદિર રોડ પર વરસાદી પાણી નિકાલની કેનાલમાં ગટરનું જોડાણ છે, પાણી બેક મારી કેનાલમાં આવતાં અસહ્ય દુર્ગંધ અને રોગચાળાનો ભય રહે છે, બિલાડી બાગથી પમ્પિંગ થાય છે એમાં મોટર બળી ગઇ જેવા જવાબો મળે છે. પણ વરસાદી કેનાલ ચોખ્ખી રખાતી નથી, જેના કારણે રહિશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.

સૂર્યા બંગ્લોઝના અંબાલાલ ચૌધરી અને ધરતી બંગ્લોઝના રમેશભાઇ ચૌધરીએ કહ્યું કે, ચોમાસામાં માનવ આશ્રમથી વિસનગર રોડ સાઇડ ધરતી સુધી રોડ ડૂબમાં રહે છે. વર્ષોથી માનવ આશ્રમથી ગાંધીનગર લીંક રોડ ખારી નદી સુધી વરસાદી પાણી નિકાલ માટે લાઇન નાખવા માગણી કરેલી છે. અમારી સોસાયટીઓમાં નર્મદા અને બોરનું મીક્ષ પાણી હમણાં મળતું થયું પણ 100 ટકા નર્મદાનું પાણી રેગ્યુલર મળે તેવી કાયમી વ્યવસ્થા થવી જોઇએ. કિર્તીસાગર બંગ્લોઝના પ્રમુખ વિઠ્ઠલભાઇ ચૌધરીએ કહ્યું કે,

માનવ આશ્રમ વિસ્તારમાં એક પણ સરકારી પ્રાથમિક શાળા નથી, સામાજિક કાર્યો માટે કોમ્યુનિટી હોલ બનાવવો જોઇએ. બાયપાસ રોડના કારણે ભારે વાહનોનો ટ્રાફિક હોઇ આ એરિયામાં દબાણો દૂર કરવા જોઇએ. 75 સોસાયટીઓ પૈકી 50 ટકા સોસાયટીઓને નર્મદાનું પાણી પહોંચ્યું નથી, તેમને ટેકનિકલી વ્યવસ્થા સાથે પૂરતા ફોર્સથી નર્મદાનું પાણી મળવું જોઇએ.

બેઠકનો પ્રકાર
પ્રથમ બેઠક - અનુસુચિત જાતિ
બીજી બેઠક -સામાન્ય
ત્રીજી બેઠક-સામાન્ય
ચોથી બેઠક -સામાન્ય

વોર્ડ નં.3માં સમાવિષ્ટ વિસ્તાર
હરિઓમથી માંડી શિવમ ફ્લેટ, અમનપાર્ક લાઇન, ગણેશનગર, ખુશ્બુ એપાર્ટમેન્ટ થી ગાયત્રીથી રાજેશ્વરી, લક્ષ્મીકુંજથી રાધાકૃષ્ણ ફ્લેટ, ગોલ્ડનસિટી, રંગટાઉનશીપ, સ્નેહભાવ બંગ્લોઝ, તિરૂપતિહર્ષ થઇ એનજી સિલ્વર, લાટીવાલા પાર્ટીપ્લોટ, ગૌતમનગરથી ધરતી પાર્ક, પીલુદરાનગરથી મધુકુંજ, સંકેતથી રામદેવ, અશ્વમેઘથી એકલવ્ય, હરિકૃપાનંદનવન સુધી.

જાતિ સમીકરણ : કુલ 15860 મતદારો
વોર્ડમાં સૌથી વધુ 2714 પાટીદારો, પ્રજાપતિ 877, ચૌધરી 791, ઠાકોર 536, પરમાર 464, મેમણ 329, દરજી 300, મોદી 292, રાવળ 270, ચૌહાણ 250, મનસુરી 363, રાવલ 235, રબારી 203, સોલંકી 84, ગોસ્વામી 182, સુથાર 181, બારોટ 163, શાહ 161, નાયક 157, ચાવડા 154, પઠાણ 153, રાઠોડ 147, નાયી 138, દવે 135, સોની 134, ભાવસાર 125, જાની 122, શેખ 121, મકવાણા 120, જોશી 117, દેસાઇ 229, શ્રીમાળી 108 સહિત અન્ય મતદારોનો સમાવેશ થાય છે. કુલ 15860 મતદારોમાં પુરુષ 8180 અને સ્ત્રી 7679 મતદારો છે.

વૈકુંઠ નગર ગાયત્રી મંદિર રોડ કેનાલમાં ગટરના પાણીની ઞંદકી
વર્ષ 2015માં કોંગ્રેસ 3, ભાજપે 1 બેઠક જીતી હતી
ગત ટર્મમાં કોંગ્રેસનાં ગાયત્રીબેન ચાવડા, ત્રિભોવનભાઇ ઓઝા અને અમિત પટેલે હરીફ ભાજપ સામે જીત્યા હતા. જ્યારે કોકીલાબેન ચાવડા ભાજપમાંથી વિજેતા બન્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો