તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા શહેરના વોર્ડનં.5 વિસ્તારમાં દબાણો, વરસાદી પાણી નિકાલની સમસ્યા વારંવાર રજૂઆતો છતાં હલ ન થતાં રહિશો માટે જાણે કાયમી મુસીબત બની છે. રાધનપુર રોડ પર બાહુબલી સોસાયટીમાં રહેતા કૈલાશપુરી ગોસ્વામીએ કહ્યું કે, અહીં સપના માર્બલથી બાહુબલી સુધી 17 સોસાયટીઓના મેઇન રોડમાં વરંડાના દબાણો થઇ ગયા છે, નગરપાલિકામાં રજૂઆતો કરીને થાક્યા અને પાંચ વર્ષ વિતી પણ સમસ્યા હલ થઇ નથી. સિધ્ધરાજ સોસાયટીના મુકેશભાઇ રાવલે કહ્યું કે, બાહુબલી, સિધ્ધરાજ, પ્રેમનગર, રાજધાની, સૌંદર્યપાર્ક, પરાગ, અક્ષરપુરૂપોત્તમ, સૂર્યનગર, સાર્થક, સ્વર્ણમવિલા, ગણેશ રો હાઉસ, ચામુંડાનગર સહિત 17 સોસાયટીઓ આવે છે.
જ્યાં કોરોમાં એકનું મોત થતાં રોડ પરના દબાણોના કારણે શબવાહીની પણ વળી શકી નહોતી. વળાંકોમાં દબાણો થયેલા છે, જેમાં વારંવાર રજૂઆતો પછી પાલિકા દબાણો માર્કિંગ કરી નોટિસ આપીને ગઇ પણ કંઇ ન કર્યુ. બીજુ કેનાલના પાણી ચોમાસામાં બેક મારીને બાહુબલી સાઇડની સોસાયટીઓમાં ભરાઇ રહેવાની સમસ્યા છે. સોસાયટીઓએ સ્વખર્ચે લાઇન નાંખી છે અને નવી લાઇન માટે પાલિકામાં રજૂઆતો કરેલી છે, પણ હજુ લાઇન નંખાઇ નથી. જિલ્લા સહકારી સંઘ નજીક ઉત્સવ બંગ્લોઝમાં રહેતા વયસ્ક બાબુભાઇ પટેલે કહ્યું કે, અહીંથી શ્રીનગર, આદિત્ય, સંકલ્પ, બાપુનગર સહિતનો રહેણાંક વિસ્તાર છે અને રાધનપુર રોડ એક્સિસ બેંક સામે સીધો રોડ આવન જાવન માટેનો છે.
પણ દબાણોમાં બિલકુલ સાંકડો તેમજ વર્ષોથી જર્જરીત છે. હાલ મંદિર સુધી નવા રોડનું કામ કર્યું પછી આગળ ઉબડખાબડ જ રહ્યો છે. એરોડ્રામ ઓમકારેશ્વર મંદિર રોડ પર આનંદનગરમાં રહેતા વકીલ જગાજી ઠાકોરે કહ્યું કે, નિલકંઠ, કર્મભૂમિ, અર્જનપાર્ક, મધુવન સહિત 15 સોસાયટીઓના આ રોડમાં છેલ્લા 15 વર્ષથી ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા છે. વરસાદ બાદ પણ પખવાડિયા સુધી પાણી રહેતાં રહીશોને હાલાકી અંગે વારંવાર રજૂઆતો કરી છે, પણ આ મુસીબતથી છુટકારો મળ્યો નથી.
વર્ષ 2015માં ચારેય બેઠક કોંગ્રેસે જીતી હતી
વર્ષ 2015માં વોર્ડ નં.5માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડતાં પુરીબેન પટેલ, મોતીબેન ઠાકોર, ભરતભાઇ પટેલ અને ર્ડા. રાજેશકુમાર પટેલની આખી પેનલનો ભાજપ સામે વિજય થયો હતો.
વોર્ડ નં.5 માં સમાવિષ્ટ વિસ્તાર
પાંજરાપોળથી ગોવર્ધન સોસાયટી, રાધનપુર રોડ ઓળંગી કંથરાવીનગર, આદિત્ય બંગ્લોઝ થઇ મથુરાનગર, ઓએનજીસી થઇ બાહુબલી, પ્રેમનગર થઇ સૌરભનગર સુધીનો વિસ્તાર.
વોર્ડ નં.5માં કુલ 12481 મતદાર, જ્ઞાતિ સમીકરણ
વોર્ડ નં. 5માં કુલ 12481 મતદારો છે. જેમાં પુરુષ 6453 અને સ્ત્રી 6028 મતદારો છે. સૌથી વધુ પટેલ 4130 ઉપરાંત ઠાકોર 1337, સિંધી 766, પ્રજાપતિ 526, મોદી 283, પંચાલ 248, સુથાર 165, બારોટ 163, રાવલ 137, ચૌધરી 132, ઝાલા 117, શાહ 116, દેસાઇ 115, રાવળ 103, રબારી 101, લવારીયા 100 સહિત અન્ય જ્ઞાતિના મતદારોનો સમાવેશ થાય છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.