• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Two Wheeler Of A Young Man Who Came To Watch Garba Was Stolen In Samarpan Chowk, Mehsana, A Complaint Was Registered After 7 Days.

7 દિવસ બાદ ફરિયાદ:મહેસાણાના સમર્પણ ચોકમાં ગરબા જોવા આવેલા યુવકનું ટુ વ્હિલર ચોરાયું, 7 દિવસ બાદ ફરિયાદ નોંધાઇ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેર અને તાલુકામાં તસ્કરો બેફામ બન્યા છે.ત્યારે મહેસાણા શહેર માંથી વધુ એક વાહન ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.ત્યારે મહેસાણાના સમર્પણ ચોકમાં ગરબા જોવા આવેલા યુવકનું ટુ વહીલ તસ્કરો ચોરી રફુચક્કર થઈ જતા સમગ્ર મામલે યુવકે મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા શહેરમાં ડી માર્ટ પાસે આવેલા શિવગંગા સોસાયટીમાં રહેતા જયંતીજી ચેલાજી ઠાકોર 4 ઓક્ટોબરના સાંજે મહેસાણા સમર્પણ ચોકમાં પોતાના મોપેડ પર સવાર થઈ ગરબા જોવા ગયા હતા જ્યાં તેઓએ પોતાનું મોપેડ પાર્ક કરી ગરબા જોવા ગયા હતા. એ દરમિયાન બે કલાક બાદ ગરબા જોઈ પરત આવ્યા ત્યારે પાર્ક કરેલ (GJ-2-CF-5494) નંબરની મોપેડ નજરે ન પડતા આસપાસ તપાસ કરી હતી પરંતુ મોપેડ ક્યાંક ન મળતા આખરે ગઈ કાલે સાંજે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરી મામલે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...