કોરોનાવાઈરસ:વડનગરના ટ્વિન્સ કોરોનામુક્ત થયાં, મેડિકલ સ્ટાફની મહેનત ફળી

મહેસાણા3 વર્ષ પહેલાલેખક: સતીષ ચૌધરી
  • કૉપી લિંક
  • વડનગરના મોલીપુર ગામની કોરોના પોઝિટિવ મહિલાએ 16 મેના રોજ પોઝિટિવ ટ્વિન્સને જન્મ આપ્યો હતો

વડનગર તાલુકાના મોલીપુરની મહિલાના કોરોના ગ્રસ્ત જોડિયા બાળકો દસ દિવસની સઘન સારવાર બાદ કોરોના મુક્ત થતાં હોસ્પિટલ દ્વારા રજા આપવાનો નિર્ણય કરાયો છે.
માતા પણ બાળકોને મળવા આતુર
ગુરુવારે બાળરોગ નિષ્ણાતે બાળકોને કોઈ જોખમ ન હોવાનું જણાવતાં શુક્રવારે હોસ્પિટલ દ્વારા રજા અપાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બંને બાળકો માતાની ગોદમાં ખીલખીલાટ કરશે. માતા પણ બાળકોને મળવા આતુર છે. પાલક માતા બનેલા વડનગર હોસ્પિટલના સ્ટાફે રાત દિવસ મહેનત કરી બાળકોને કોરોનામુક્ત કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...