કાર્યવાહી:બાકી વેરો વસૂલવા ટ્રિપલ-એ કંપનીના પ્લેનની હરાજી કરાશે

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા એરોડ્રામનો ‌રૂ.6કરોડથી વધુ વેરો બાકી
  • સીઓની કાર્યવાહી માટે ટેક્ષ સુપ્રિન્ટેન્ડેન્ટને સૂચના

મહેસાણા એરોડ્રામમાં વિદ્યાર્થીઓને ઉડ્ડયનની તાલીમ આપનારી ટ્રિપલ-એ કંપનીનો રૂ. 6 કરોડથી વધુનો વેરો ભરપાઇ ન થતાં પાલિકાએ અગાઉ ત્રણ પ્લેન, હેંગર, ગાડી સહિતની મિલકત સીલ કરી હતી. હવે તેની હરાજી કરી વેરો વસૂલવા નગરપાલિકાએ તૈયારી શરૂ કરી છે. આ મામલે શુક્રવારે પદાધિકારીઓ સાથે પરામર્શ બાદ ચીફ ઓફિસરે અપસેટ વેલ્યુ સાથે પ્રક્રિયા કરવા ટેક્ષ સુપ્રિન્ટેન્ડેન્ટને સૂચના આપી હતી. અગાઉ કોંગ્રેસના શાસન વખતે કરાયેલી હરાજીમાં કોઇ આવ્યું ન હતું.

નગરપાલિકાનો મિલકત વેરો નહીં ભરનારી ટ્રિપલ-એ કંપની બાદ એરોડ્રામમાં હાલ બીજી કંપની વિદ્યાર્થીઓને ઉડ્ડયન તાલીમ આપી રહી છે. પરંતુ અગાઉની કંપની પાસેથી વેરા વસુલાત અધ્ધરતાલ છે. ટ્રિપલ-એના સીલ કરાયેલા પ્લેન, ગાડી સહિતની મિલકતની હરાજી કરી બાકી વેરો વસૂલી સ્વભંડોળમાં આવક ઊભી કરવા પાલિકાએ તૈયારી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...