રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આગામી 1 અને 5 ડિસેમ્બરે મતદાન અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે ગાંધીનગરની ગાદી કબ્જે કરવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાની સાત બેઠર પર ત્રિપાખીયો જંગ જામશે.
બેચરાજીમાં ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોર
મહેસાણા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા મુકેશ પટેલને ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીએ દિસાંત (ભગત)પટેલને ટિકિટ આપી છે. બેચરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોર છે. AAP દ્વારા સાગર દેસાઈને મેદાને ઉતાર્યા છે. વિસનગર બેઠકમાં ભાજપે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટલેને ટિકિટ આપી છે. વિજાપુર બેઠકમાં ભાજપે ફરી એકવાર રમણ પટેલને ટિકિટ આપીને રિપિટ કર્યા છે. AAP માંથી ચિરાગ પટેલને ટિકિટ અપાઈ છે. ઊંઝા બેઠક પર ભાજપે RSSના કિરીટ પટેલને ટિકિટ આપી છે, AAPમાંથી ઉર્વીશ પટેલ છે. કોંગ્રેસ દ્વારા મુકેશ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. તેમજ આ બેઠક પર લોકગાયક જીગ્નેશ કવિરાજ અપક્ષમાંથી ચૂંટણી લડશે. કડી બેઠકમાં ભાજપે કરશન સોલકીને ફરી એકવાર ટિકિટ આપી છે, તેમજ કોંગ્રેસે પ્રવીણ પરમારને ટિકિટ આપી છે. તેમજ AAPએ હરગોવન ડાભીને મેદાને ઉતર્યા છે. તો આવો જાણીએ ગ્રાફિક્સના માધ્યમથી મહેસાણા જિલ્લાનો રાજકીય ઇતિહાસ...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.