તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:કડીનાં અલદેસણમાં ઘર આગળ પાર્ક ગાડીના ટાયર ચોરાયાં

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કડી તાલુકાના અલદેસણ ગામમાં ઘર આગળ પાર્ક કરેલી ગાડીના ટાયર ચોરાતાં ફરિયાદ નોંભાઇ હતી. કડીના અલદેણ ગામમાં કરીયાણાના વેપારી પ્રજ્ઞેશકુમાર અશોકભાઇ પટેલ રાત્રે દશેક વાગ્યે દુકાનેથી તેમની ઇકો ગાડી(જીજે02ડીઇ7285) લઇને પરત ઘરે આવ્યા હતા અને ઘર આગળ ગાડી મુકી હતી. બાદમાં પરીવાર ઘરે સૂઇ ગયો હતો. આ દરમ્યાન કોઇ તસ્કરો તેમની ઇકો ગાડીના ચારેય ટાયર રૂ.16000 કિમતના કાઢી ચોરી ગયા હતા. સવારે વેપારીએ ઘરેથી બહાર આવી જોતાં ગાડીના ચારેય ટાયર ગાયબ થયેલાં જણાયાં હતાં. જે અંગે અંગે કડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો સામે ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો