જિલ્લામાં રાહતના સમાચાર:ત્રીજી લહેરમાં 26 દિવસે પીક આવ્યા બાદ 18 દિવસમાં કોરોના કેસમાં 95 ટકાનો ઘટાડો

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 26મી જાન્યુઆરીએ મહેસાણા જિલ્લામાં 403 કેસ નોંધાયા પછી ચઢાવ ઉતાર બાદ રોજિંદા કેસ 100ની અંદર આવી ગયા3
  • છેલ્લા 40 દિવસમાં રવિવારે સૌથી ઓછા 18 સંક્રમિતો નોંધાયા, જેમાં શહેરી વિસ્તારોમાં 7 અને ગ્રામ્યના 11 કેસ : એક્ટિવ કેસનો આંકડો 466એ પહોંચ્યો

મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18 કેસ નોંધાયા છે. જે ત્રીજી લહેરમાં સૌથી ઓછા કેસ છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે કોરોનાની ત્રીજી લહેરમાં 26મી જાન્યુઆરીએ નોંધાયેલા સર્વોચ્ચ 403 કેસની પીકના 18 દિવસ પછી રવિવારના કેસ 95 ટકાનો ઘટાડો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગે એવો અંદાજ વ્યક્ત કર્યો હતો કે ફેબ્રુઆરીની મધ્યમાં કોરોના કેસની સંખ્યા ઘટી જશે તે મુજબ હાલમાં કેસ ઘટી રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા 40 દિવસમાં રવિવારે સૌથી ઓછા 18 કોરોના સંક્રમિત નોંધાયા હતા. છેલ્લે 5 જાન્યુઆરીના રોજ 13 કેસ આવ્યા હતા, ત્યાર પછી 9 જાન્યુઆરીએ 19 કેસ હતા. રવિવારે 157 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. જિલ્લામાં 2753 સેમ્પલ પૈકી 2735નું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે અને 3 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. તેમજ અન્ય લેબમાં 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારે 443 સેમ્પલ લેવાયા હતા, આ સાથે કુલ 1459 સેમ્પલનું રિઝલ્ટ પેન્ડિંગ છે. રવિવારે શહેરી વિસ્તારોમાં 7 અને ગ્રામ્યમાં 11 કેસ નોંધાયા હતા.

જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત 1લી જાન્યુઆરીના 2 કેસથી થઈ હતી. ત્યારબાદ કેસમાં રોજે રોજ વધારો થતો રહ્યો હતો. પ્રથમ 10 દિવસમાં કેસ 2 થી 110 પહોંચી ગયા હતા. ત્યાર બાદ રોજ 100થી વધુ કેસ આવવા લાગ્યા હતા. 17 જાન્યુઆરીએ 152 કેસ નોંધાયા બાદ 18 જાન્યુઆરીએ કેસનો આંકડો સીધો 240 પહોંચી ગયો હતો. તે પછી 20મી જાન્યુઆરીએ 354, 21મી 314 કેસ નોંધાયા બાદ ચાર દિવસ કેસ ઘટ્યા હતા અને 26મી જાન્યુઆરી ઊંચો કૂદકો મારતાં 403 કેસ નોંધાયા હતા. જે ત્રીજી લહેરમાં સૌથી વધુ કેસ રહ્યા હતા. ત્યાર બાદ રોજિંદા કેસની સંખ્યા ધીમે ધીમે ઘટવા લાગી હતી અને 4 દિવસમાં જ એટલે કે 30મી જાન્યુઆરીએ કેસની સંખ્યા 200એ આવી ગઇ હતી.

છેલ્લે 9 ફેબ્રુઆરીએ 106 કેસ નોંધાયા બાદ કેસનો આંકડો 100ની અંદર આવી ગયો હતો અને 10મીએ 96, 11મીએ 95, 12મીએ 69 અને રવિવારે 13મીએ ઘટીને કેસનો આંકડો 18એ આવી ગયો હતો. આ સાથે એક્ટિવ કેસમાં પણ ઘટી રહ્યા છે. 1લી ફેબ્રુઆરીએ 1659 એક્ટિવ કેસ હતા. જે 4થી 1415, 5મીએ 1251, 7મીએ 1246 થયા હતા. ત્યાર બાદ તા.10મીએ 775 અને 12મીએ 605 કેસ રહ્યા હતા.

13 દિવસમાં 7 શહેરમાં નોંધાયેલા 605 પૈકી 407 કેસ એકલા મહેસાણામાં
જિલ્લામાં ફેબ્રુઆરી મહિનાના 13 દિવસમાં 7 શહેરોમાં કુલ મળીને 605 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 407 કેસ મહેસાણા શહેરના છે. જે 67 ટકા કેસ થવા જાય છે. મહેસાણા બાદ કડીમાં 112, વિસનગરમાં 30, વડનગરમાં 23, ઊંઝામાં 21 અને વિજાપુરમાં 11 કેસ નોંધાયા છે. આ ગાળામાં ખેરાલુ શહેરમાં એક પણ કેસ નોંધાયો નથી.

શહેર કરતાં ગ્રામ્યમાં 176 ટકા વધુ કેસ નોંધાયા
ફેબ્રુઆરી મહિનાના 13 દિવસમાં કોરોનાના કુલ 1670 કેસ નોંધાયા હતા. જેમાં શહેરી વિસ્તારના 605 અને ગ્રામ્યના 1066 કેસ છે. જે શહેર કરતાં ગ્રામ્યમાં 176 ટકા વધુ કેસ છે. ફેબ્રુઆરી મહિનામાં રિકવરી રેટ પણ વધ્યો છે. આ 13 દિવસમાં 3531 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે.

જિલ્લામાં કોરોના સંક્રમિત
​​​​​​​

તાલુકોશહેરીગ્રામ્યકુલ
મહેસાણા448
બહુચરાજી033
વિસનગર112
સતલાસણા022
વડનગર101
વિજાપુર011
ઊંઝા101
કુલ71118

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...