તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ચરાડુ દૂધ મંડળીના તત્કાલીન મંત્રીને 3.40 લાખની ઉચાપતમાં 3 વર્ષની કેદ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મંડળીના તત્કાલીન મંત્રી, પ્રમુખ, વ્ય.કમિટીના સભ્યો સહિત 9 સામે ફરિયાદ થઇ હતી
  • વર્ષ 2005માં રૂ.1.54 લાખની હંગામી અને રૂ.1.86 લાખની કાયમી ઉચાપત કર્યાની લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી

મહેસાણા તાલુકાના ચરાડુ ગામની દૂધ મંડળીના તત્કાલીન મંત્રી છનાજી ઠાકોરને રૂ.3.40 લાખની ઉચાપતના કેસમાં મહેસાણા ચીફ કોર્ટે 3 વર્ષ સખત કેદ અને રૂ.2 હજાર દંડ ફટકાર્યો છે.ચરાડુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલીન મંત્રી ઠાકોર છનાજી ગુલાબજી, તત્કાલીન પ્રમુખ ઠાકોર લક્ષ્મણજી હીરાજી અને વ્યવસ્થાપક કમિટીના 7 સભ્યો સહિત 9 સામે વર્ષ 2005માં રૂ.1.54 લાખની હંગામી અને રૂ.1.86 લાખની કાયમી ઉચાપતની લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

તત્કાલીન મંત્રીએ નોકરીમાં ચાલુ હોવા છતાં પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેજ્યુઈટી ફંડની ઉચાપત કર્યાનો અને અન્ય સામે મદદગારી કરવાનો આરોપ મૂકાયો હતો. આ કેસની સુનાવણી ચાલુ હતી તે દરમિયાન તત્કાલીન પ્રમુખનું મોત થયું હતું.આ કેસ મહેસાણા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ પિયુષ ભાઈ દવેની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ આર.જે. પટેલે તત્કાલીન મંત્રી છનાજી ગુલાબજી ઠાકોરને 3 વર્ષ સખત કેદ અને રૂ.બે હજારનો દંડ ફટકારતી સજા સંભળાવી હતી.

અન્ય સમાચારો પણ છે...