ઠરાવ:તળેટીમાં ગૌચરમાં રસ્તાનો ઠરાવ ટીડીઓએ રદ કર્યો

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિયમો વિરુદ્ધ બહુમતીથી ઠરાવ કરાયો:TDO

મહેસાણા તાલુકાના તળેટી ગામમાં ગૌચરની જગ્યામાં રસ્તો આપવા જમીન ફાળવવા અંગે ગ્રામ પંચાયત દ્વારા બહુમતીના જોરે કરાયેલા વિવાદિત ઠરાવને આખરે તાલુકા વિકાસ અધિકારીએ રદ કરતો હુકમ કર્યો છે. તળેટી પં.માં ગામના બાબુભાઇ મહાદેવભાઇ ચૌધરીએ અરજી કરી હતી કે, સર્વે નં.73 ગૌચર હેડમાં આવે છે. તેમાંથી 15 મીટર પહોળાઇનો પૂર્વ પશ્ચિમ લંબાઇનો નેશનલ હાઇવેને જોડતો રસ્તો આપવા અરજી કરાઇ હતી.

ગ્રામ પંચાયતે જમીન ફાળવવા ગત 17 જૂનની મિટિંગમાં ઠરાવ બહુમતીથી મંજૂર કર્યો હતો. આ વિવાદિત ઠરાવ અંગે ગ્રામ પંચાયતનાં મહિલા સદસ્યા મીનાબેન ભરતભાઇ રાણાએ તાલુકા પંચાયત થી લઇ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતાં તા. પં. દ્વારા તપાસ કાર્યવાહીના અંતે નિયમથી વિરુદ્ધ ઠરાવ કરેલો હોઇ ટીડીઓ દ્વારા ગુ.પં.અધિનિયમ 1993ની કલમ 249 (1) અન્વયે ગ્રામ પંચાયત દ્વારા 17 જૂનની મિટિંગમાં કરાયેલા આ ઠરાવને પ્રતિષેધ કરતો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...