નિર્માણ:કલાધારિણી બહેનોને સુરાંજલિ હેતુ તાના-રીરી ગાર્ડનનું નિર્માણ કરાયું છે

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડનગરનો બે દિવસીય તાના-રીરી મહોત્સવ સંપન્ન
  • મહોત્સવથી જિલ્લાનું ગૌરવ વધ્યું : સોમાભાઈ મોદી

વડનગર ખાતે દ્ધી-દિવસીય તાના-રીરી સંગીત મહોત્સવ સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિતિ સામાજિક અગ્રણી સોમભાઈ મોદી જણાવ્યું હતું કે, શાસ્ત્રીય સંગીતના વારસાની જાળવણી અર્થે ઉજવાતા તાના-રીરી મહોત્સવ અને ઉત્તરાર્ધ મહોત્સવને લીધે મહેસાણા જિલ્લો અને ગુજરાત ગૌરવશાળી બન્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાના-રીરી વિરાંગના કલાધારિણી બહેનોને સુરાંજલિ અર્પવા માટે તાનારીરી ગાર્ડનનું નિર્માણ કરાયું છે. બે બહેનોની સંગીત આરાધનાની કથાને આંતરરાષ્ટ્રીય ફલક પર લઇ જવાનો રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે.

ધારાસભ્ય ડૉ આશાબેન પટેલે જણાવ્યું હતું કે, વડનગર ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ ધરતી પર ગજબની સાંસ્કૃતિક શક્તિ રહેલી છે. વડનગરની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર તેના બે હજાર વર્ષના ઇતિહાસને જાળવીને બેઠી છે. ઇતિહાસમાં નગર સંસ્કૃતિનું ખૂબ જ મોટું પ્રદાન રહ્યું છે.

સમાપનમાં મહાનુભાવોના વરદહસ્તે કલાકારઓનું પુસ્તક, મોમેન્ટો પુષ્યગુચ્છથી સ્વાગત કરવામાં આવું હતું. સમાપન સમારંભમાં નીરજ પરીખ અને વૃંદ અમદાવાદ દ્વારા કેશવ ગાન, પદ્મભૂષણ પંડીત વિશ્વ મોહન ભટ્ટ અને વૃંદ જયપુર દ્વારા ડેઝર્ટ સ્લાઇડ,રાકેશ ચૌરસીયા મુંબઇ દ્વારા બાસુરી અને સિતારજુગલબંધીની પ્રસ્તુતિ કરાઇ હતી. તેમજ ધારાબેન શુક્લ અને સુશ્રી શિતલબેન બારોટ દ્વારા શિવસ્તુતિની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નુપુર કલા કેન્દ્રની છાત્રાઓએ ભરતનાટયમ શૈલીમાં શિવ સ્તુતિ રજૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...