તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિજાપુર તાલુકાના લાડોલ ગામની સીમમાં 85 ફૂટ ઊંડા કૂવામાં બે બાળકો સાથે દંપતીએ ઝંપલાવવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. વહેમીલા પતિએ સૌપ્રથમ પત્નીને માર મારી કૂવામાં નાખ્યા બાદ બંને બાળકોને ફેંકી પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ઘટનામાં એક પુત્રનું મોત થયું હોઇ મહિલાએ તેના પતિ સામે પુત્રની હત્યાનો ગુનો લાડોલ પોલીસ મથકમાં નોંધાવ્યો હતો.
લાડોલ સીમમાં શનિવારે સાંજે દેવીપુજક યુવાને તેની પત્ની અને બે માસૂમ સંતાનો સાથે 85 ફૂટ ઊંડા કૂવામાં પડવાની ઘટનામાં 3 વર્ષના બાળકનું મોત થયું હતું અને દંપતી તેમજ તેમના બીજા પુત્રને બચાવી લેવાયા હતા. બે દિવસની સારવાર બાદ સ્વસ્થ થયેલા સંગીતાબેન દેવીપુજકે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું કે, તેનો પતિ તેના પર શક વહેમ રાખી ત્રાસ આપતો હોઇ તેના માતા-પિતા અને મહોલ્લાના લોકોએ તેને ઠપકો આપ્યો હતો. જેની અદાવતમાં તેના પતિ મહેશ ભીખાભાઇ દેવીપુજકે 30 જાન્યુઆરીએ સાંજે પત્ની અને બે સંતાનોને ખેતરમાં લઇ જઇ પત્ની સંગીતાને ગડદાપાટુનો માર મારી બે સંતાનોની નજર સામે તેને કૂવામાં ફેંકી હતી, બાદમાં બે માસૂમ બાળકો કંઇ વિચારે તે પહેલાં તેમને પણ કૂવામાં ફેંકી પોતે પણ અંદર ઝંપલાવ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.