ત્રણ રંગોમાં રંગાયું સૂર્ય મંદિર:કેસરી, સફેદ અને લીલા રંગમાં ઝગમગતું સૂર્ય મંદિર, આ વર્ષે પ્રથમવાર તિરંગો લહેરાશે

મહેસાણા2 મહિનો પહેલા
  • પુરાતત્વ વિભાગ દ્વારા તિરંગાની થીમ પર સૂર્ય મંદિરે રોશની કરાઇ
  • શહેરના ગાંધી શોપિંગ સેન્ટરને 290 સિરીઝમાં રોશની કરાઇ

હાલમાં અઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વર્ષે 15મી ઓગસ્ટે મહેસાણા જિલ્લામાં આવેલા ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરે પ્રથમવાર તિરંગો લહેરાશે. જેને લઇને સુર્ય મંદિરને રોશનીથી શણગાવામાં આવ્યું છે. કેસરી, સફેદ અને લીલા રંગમાં સુર્ય મંદિર ઝગમગી રહ્યું છે.

રોશનીથી ઝગમગતું સુર્ય મંદિર
રોશનીથી ઝગમગતું સુર્ય મંદિર

રોશનીથી ઝળહળી ઉઠ્યું સૂર્ય મંદિર
મહેસાણા જિલ્લામાં હાલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની વિવિધ સરકારી કચેચીઓ અને ઐતિહાસિક ધરોહર પર તિરંગાની થીમ પર રંગબેરંગી રોશની
કરવામાં આવી છે. જિલ્લામાં આવેલું ઐતહાસિક ધરોહર મોઢેરા સૂર્ય મંદિર પર 15મી ઓગસ્ટના દિવસે પહેલી વાર તિરંગો લહેરાવામાં આવશે. જેમાં પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ ધ્વજને સલામી આપશે. હાલમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સૂર્ય મંદિરમાં રંગબેરંગી લાઈટો કરવામાં આવતા સૂર્ય મંદિર ત્રણ રંગોમાં પ્રથમ વખત જોવા મળ્યું છે.

ગાંધી શોપિંગ સેન્ટરનો અદભૂત નજારો
ગાંધી શોપિંગ સેન્ટરનો અદભૂત નજારો

ગાંધી શોપિંગ સેન્ટર પણ ઝગમગી ઉઠ્યું
મહેસાણા શહેરમાં રાજમહેલ રોડ પર આવેલા ગાંધી શોપિંગ સેન્ટર પર તંત્ર દ્વારા તિરંગાની થીમ પર રંગબેરંગી રોશની કરવામાં આવી છે. જેમાં આ રોશનીમાં તિરંગાની ઝાંખી જોવા મળી હતી. ત્યારે આ અદભૂત નજારો જોવા મહેસાણાવાસીઓ પણ ઉમટી પડ્યા હતા.

તસવીરોમાં જોઇએ સુર્ય મંદિરનો અદભૂત નજારો

અન્ય સમાચારો પણ છે...