તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદો:મોઢેરાનું સૂર્ય મંદિર આજથી પર્યટકો માટે ખૂલ્લુ મૂકાયું, પ્રવાસીઓ ઉમટ્યા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે થર્મલ ગનથી ચેક કર્યા બાદ આપવામાં આવશે એન્ટ્રી

સમગ્ર દેશમાં કોરોના મહામારીમાં સંક્રમણ વધું ન ફેલાય તેના ભાગરૂપે સરકાર દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં જાહેર સ્થળો ઉપર પ્રવાસીઓની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી હતી. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિર પણ એક માસ સુધી બંધ કરવાની ફરજ પડી હતી. જે આજથી પર્યટકો માટે કોરોના ગાઈડલાઈન સાથે ખૂલ્યું મૂકાયું છે.

એક માસ બાદ સુપ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર પર્યટકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના મહામારીના કારણે મોઢેરાનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું જે આજથી ખૂલ્લું મુકવામાં આવ્યું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાની બીજી કહેરના કારણે લોકોમાં એક ડર ઘુસી ગયો હતો જે બાદમાં કોરોના કેસ ઘટતા હવે જાહેર સ્થળો ખુલ્યા છે. ત્યારે લોકો પોતાના પરિવાર સાથે ઘણા સમય બાદ પ્રવાસ માટે મોઢેરા સૂર્યમંદિર ખાતે પહોંચ્યા હતા.

આજથી સૂર્યમંદિરમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો. વિશેષ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. જેમાં મંદિર પરિસરમાં સેનેટાઇઝરનો છંટકવ મુખ્ય ગેટ પર થર્મલ ગનથી ચેંકિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે સુર્ય મંદિરમાં પ્રવેશ માટે ઓનલાઇન અને ઓફલાઈન ટિકિટની સુવિધા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...