તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો ડર:જૂન મહિનાથી પરા તળાવ ખૂલ્યું પણ હજુ માંડ 150 જેટલાં જ સહેલાણીઓ આવી રહ્યા છે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના પહેલાં મહેસાણા પરા તળાવની મજા માણવા રોજ 1500થી વધુ સહેલાણીઓ આવતાં હતાં

મહેસાણા નગરપાલિકા દ્વારા ડેવલપ કરાયેલું પરા તળાવ સંકુલ શહેરીજનો માટે પિકનિક પોઇન્ટ બન્યું હતું. કોરોના પહેલાં અહીં રૂ.10ની ટિકિટ ખર્ચી રોજ 1500થી વધુ સહેલાણીઓ બાળકો સાથે આનંદ પ્રમોદ માટે આવતા હતા, જે કોરોના પછી જૂન મહિનાથી ખુલ્યું હોવા છતાં રોજ માંડ 125 થી 150 જેટલા સહેલાણીઓ આવી રહ્યા છે. સ્વામી વિવેકાનંદ પરા તળાવમાં સુંદર બગીચા, બાળકો માટે રમત ગમતનાં સાધનો, ટોયટ્રેન તેમજ ખાણી-પીણીના સ્ટોલ કોરોના પહેલાં ધમધમતા જોવા મળતા હતા.

પરંતુ કોરોના મહામારી આવતાં જ હરવા ફરવાનું બંધ થઇ ગયું હતું. કેસ ઓછાં થતાં જૂનથી તળાવ સંકુલ ખુલ્લુ મૂકાયું છે, પરંતુ લોકોમાં હજુ ડર હોય તેમ શનિ અને રવિવારે 500 જેટલા અને બાકીના દિવસોમાં 125 જેટલા લોકો આવે છે. જેમાં બાળકો નહીંવત હોય છે. દરમિયાન, અહીં 1100 ચો.મીટરની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરી શકાય તે અંગે બુધવારે નગરપાલિકામાં પદાધિકારીઓએ પરામર્શ કર્યો હતો.

લોકડાઉન બંધમાં ભાડા માફીની એજન્સીની અરજી નામંજૂર કરી
નગરપાલિકાએ વર્ષ 2019થી પાંચ વર્ષ માટે એજન્સીને પરા તળાવ કોન્ટ્રાક્ટરાહે સોંપ્યું છે. જેમાં એજન્સીએ સાફસફાઇ, સિક્યુરિટી, લાઇટબિલ વગેરે સાથે નિભાવણી કરવાની અને તેની સામે મુલાકાતી દીઠ રૂ.10 ટિકિટચાર્જ વસૂલી શકે છે. એજન્સી પાસેથી પાલિકા મહિને રૂ.11 હજાર ભાડુ વસૂલ કરે છે. જેમાં લોકડાઉન દરમિયાન નવ મહિના સંકુલ બંધ રહેતાં એજન્સીએ ભાડુ માફ કરવા અરજી કરી હતી. જે ગાંધીનગર પ્રાદેશિક કમિશ્નરમાં મોકલતાં નામંજૂર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...