98% છાત્રો હાજર:ગુજકેટમાં ગણિતનું પેપર વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવવિજ્ઞાન સહેલું તો રસાયણશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનનું પેપર એવરેજ રહ્યું

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રવિવારે લેવાયેલી ગુજકેટ પરીક્ષામાં એ ગ્રૃપના વિદ્યાર્થીઓને ગણિતના દાખલા સોલ્વ કરવામાં સમય લાગતાં પેપર અઘરું લાગ્યું હતું. કેટલાક વિદ્યાર્થીઓએ ખોટા જવાબમાં માઇનસ પદ્ધતિ હોઇ સમય ખૂટતાં છેલ્લી ઘડીએ 5 થી 8 પ્રશ્નોના ઉત્તરો આપવાનું ટાળ્યું હતું. જ્યારે બી ગ્રૃપના વિદ્યાર્થીઓને જીવવિજ્ઞાનના પેપરમાં મોટાભાગના પ્રશ્નો એનસીઆરટી બેઝ પૂછાયા હોઇ સહેલું લાગ્યું હતું. જીવવિજ્ઞાનમાં ત્રણેક પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પૂછાયા હતા. જોકે બાકીના પ્રશ્નો એવરેજ વિદ્યાર્થીઓ માટે સહેલા હોઇ પેપર સમય મર્યાદામાં પૂર્ણ કરી શક્યા હતા.

સવારે એ અને બી ગૃપના વિદ્યાર્થીઓ માટે કોમન રસાયણશાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનનું પેપર હતું, જે એવરેજ સરળ નીકળતાં વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. ત્યાર પછી બી ગ્રૃપના જીવવિજ્ઞાનના એક કલાકના પેપરમાં 40 એમસીક્યુ પ્રશ્નો હતા. આ પેપર પણ સરળ હતું. જોકે ત્રણેક પ્રશ્નો ટ્વીસ્ટ પૂછાયા હતા. એ ગ્રૃપના વિદ્યાર્થીઓને ગણિતનું પેપર અઘરું લાગ્યું હતું. 60 મિનિટમાં 40 પ્રશ્નોમાં ગણતરી કરીને ઉત્તર લખવામાં સમય ખૂટી પડ્યો હતો. દશેક દાખલાનો ઉત્તર લાંબી ગણતરી પછી આવતો હોઇ ઘણા વિદ્યાર્થીઓને સમય ખૂટ્યો હતો.

ગણિતમાં ગણતરી કરીને લખવાનું હોઇ સમય ખૂટ્યો
મહેસાણા અર્બન વિદ્યાલયના ગણિતના વિષય શિક્ષક સંજયભાઇ પટેલે કહ્યું કે, ગણિતમાં પ્રશ્નો થિયરીબેઝ ન હોય, ગણતરી કરીને ઉત્તર સુધી પહોંચવામાં વિદ્યાર્થીઓને સમય ખૂટતાં પેપર અઘરું લાગ્યું. એક કલાકમાં 40 પ્રશ્નો એટલે પ્રશ્નદીઠ દોઢ મિનિટ મળે. એમાં પ્રશ્ન વાંચી, સમજી, ગણતરી કરીને એમસીક્યુ જવાબ ટીક કરવાનો હોય. એટલે એવરેજ વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજકેટમાં અઘરું રહ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ ગણિતના પેપરમાં બધા પ્રશ્નો એટેઇન ન કર્યા હોય એવું બની શકે.

જીવવિજ્ઞાનના પેપરમાં એનસીઆરટી બેઝ પ્રશ્નો પૂછાયા
ઉમા સંસ્કાર વિદ્યાલયના જીવવિજ્ઞાનનાં વિષય શિક્ષિકા ઋતિકાબેન પટેલે કહ્યું કે, જીવવિજ્ઞાનના પેપરમાં એનસીઆરટી બેઝ પ્રશ્નો પૂછાયા હોઇ એવરેજ વિદ્યાર્થીઓ સમય મર્યાદામાં પેપર પૂર્ણ કરી શકે એવું છે. ત્રણેક પ્રશ્નો ટ્વીસ્ટ કરીને પૂછાયાં છે એ પણ એનસીઆરટી બેઝ જ છે. બાકીના પ્રશ્નો તો ઘણા વિદ્યાર્થીઓએ અડધા કલાકમાં સોલ્વ કર્યા હોવાના પ્રતિભાવો આપેલા છે. જીવવિજ્ઞાનનું પેપર સહેલું છે.

પરીક્ષામાં છાત્રોની હાજરી
વિષયકુલહાજરગેરહાજર
રસાયણ વિજ્ઞાન3852377676
ભૌતિક વિજ્ઞાન3852377676
જીવવિજ્ઞાન2636257957
ગણિત1222119725
અન્ય સમાચારો પણ છે...