મહેસાણાના સોમનાથ રોડ પર બિલાડી બાગ પાસે ચોકડી પર મુકવામાં આવેલી ભગવાન શંકરના હાથમાં ડમરુવાળી પ્રતિમાને કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ખંડિત કરાતાં હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે.
બિલાડી બાગ પાસે સોમનાથ ચોકડી પર આવેલા સર્કલમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ભગવાન શંકરના હાથમાં ડમરુ વાળી પ્રતિમા મુકાઈ છે. આ મૂર્તિ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ખંડિત કરાઈ છે. જેને લઈ હિન્દુ સંગઠનોમાં રોષ ઉભો થયો છે. આ બનાવની જાણ વિશ્વ હિન્દુ પરિષદના મહેસાણા જિલ્લાના ઉપાધ્યક્ષ ઘનશ્યામભાઈ કડીયાને થતાં તેમણે બનાવ સ્થળની મુલાકાત લીધી હતી અને તેમણે તાબડતોબ સોમનાથ રોડ પર હિન્દુ સંગઠનોની બેઠકનું આયોજન કર્યું હતું.
જેમાં ભગવાન શિવના હાથમાં ડમરુ સાથેની પ્રતિમાની આંગળી તોડી પ્રતિમા ખંડિત કરનારા તત્વોને ઝડપી પાડવા માંગ ઉઠી છે. આ મામલે આગામી દિવસોમાં આવેદનપત્ર અને ધરણાં સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.