સમીક્ષા:જિલ્લામાં ટીબીનો દર્દી સારવાર વગર ન રહે તેની સ્ટેટ ઓફિસરે તાકીદ કરી

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય ટીમે જિલ્લા ક્ષય કેન્દ્રની મુલાકાત લઈ સમીક્ષા કરી

મહેસાણા જિલ્લામાં ટીબીનો એકપણ દર્દી સારવાર વગર રહે નહી તેવી સ્ટેટ ટીબી ઓફિસર ડો.સતીષ મકવાણાએ જિલ્લા ક્ષય કેન્દ્રના કર્મચારીઓને તાકીદ કરી હતી. હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત હેડુવા (રાજગર) ગામની મુલાકાત લઈને જિલ્લા ક્ષય કેન્દ્રમાં ટીબીની કામગીરીની સમીક્ષા કરીને કેટલીક સૂચનાઓ આપી હતી.

સ્ટેટ ટીબી ઓફિસર ડો. સતીષ મકવાણાએ કોરોના રસીકરણ અંતર્ગત હાથ ધરાયેલાં હર ઘર દસ્તક અભિયાન હેઠળ મહેસાણા તાલુકાના હેડુવા(રાજગર) ગામની મુલાકાત લીધી હતી. જેમાં ટીબીની સારવાર લેતા 2 દર્દીઓની તેમજ સારવાર પૂર્ણ કરેલા 3 દર્દીઓની લોંગ ટર્મ ફોલોઅપ અંતર્ગત મુલાકાત કરી હતી. આ ઉપરાંત જિલ્લા ક્ષય કેન્દ્રમાં ડીટીસી સ્ટાફ સાથે બેઠક કરી કેટલીક સૂચનાઓ આપી હતી.

સ્ટેટ ટીબી ઓફિસરે આપેલી સૂચનાઓ

  • જે તાલુકામાં ટોટલ ટીબી કેસ નોટિફિકેશન ઓછું હોય ત્યાં નોટીફિકેશન વધે તે માટેનું આયોજન કરી કામગીરી કરવી.{ 90 % થી વધારે ટ્રીટમેન્ટ સક્સેસ રેટ પબ્લિક તેમજ પ્રાઇવેટ સેક્ટરમાં આવે તે મુજબની કામગીરી કરવી.
  • છેલ્લાં 2 વર્ષમાં ટીબીની સારવાર પૂર્ણ કરેલા દર્દીઓના લોંગટર્મ ફોલોઅપ નિયમિત થાય તે માટેનું આયોજન કરવું
  • ટીબીની સારવાર લેતાં તમામ દર્દીઓને સમયસર નિક્ષય પોષણ યોજનાનો લાભ મળે તે સુનિશ્ચિત કરવું
  • જિલ્લામાં એકપણ ટીબીનો દર્દી સારવાર વિના રહી ન જાય તે માટે ખાનગી તબીબ અને કેમિસ્ટો દ્વારા દર્દીઓની ફરજિયાત નોંધણી થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવી
અન્ય સમાચારો પણ છે...