તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારોબારીમાં ઠરાવ:જે પક્ષ પાટીદારોને સહકાર આપશે તેને એસપીજી સમર્થન કરશે

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં એસપીજીની કારોબારીમાં ઠરાવ

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી આડે દોઢ વર્ષનો સમય રહ્યો છે. દરેક રાજકીય પક્ષોએ સત્તા મેળવવા અત્યારથી જ કવાયત શરૂ કરી છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં જે પક્ષ પાટીદારોને સહકાર આપશે તે પક્ષને એસપીજી સમર્થન કરશે તેવો એસપીજીની કારોબારી બેઠકમાં ઠરાવ કરાયો છે.

સરદાર પટેલ ગૃપના લાલજી પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણામાં ખાનગી પાર્ટી પ્લોટમાં રવિવારે કારોબારી બેઠક મળી હતી. જેમાં તાજેતરમાં મરણ ગયેલ એસપીજીના કાર્યકરોને શ્રદ્ધાંજલી અર્પી ચાર ઠરાવ કરાયાં હતાં. જેમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જે પાર્ટી પાટીદારોને વધુ સહકાર આપશે તે પાર્ટીને એસપીજી સમર્થન કરશે તેવી ચર્ચા સાથે કાર્યકરો દરેક પક્ષમાં મોટા હોદ્દા ઉપર જોડાય તેવું આહ્વાન કરાયું હતું. સરકારી નોકરીઓમાં પાટીદાર સમાજના લોકો નોકરીઓ પ્રાપ્ત કરે તે માટે ક્લાસિસ જોઈન્ટ કરાવવા અને કોરોનામાં એસપીજીના જે કાર્યકરો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારને આર્થિક મદદ કરવાનો નિર્ણય કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...