તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ:દિકરો યુવતી લઈને ભાગી ગયો અને યુવતીના પિતાએ યુવકના પિતાને માર મારી અપહરણ કર્યું, 10 સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એકાદ મહિના પહેલા યુવક યુવતી ભાગી ગયા હતા
 • ગઈકાલે રાત્રે યુવકના પિતાનું 10 લોકોએ અપહરણ કર્યું

મહેસાણામાં યુવતી ભગાડી જવાની બાબતમાં યુવકના ઘરે યુવતીના પિતા સહિત બે ગાડીઓ ભરીને આવેલા માથાભારે શખ્સોએ યુવકના ઘરે જઈને યુવતી પછી લાવી આપવાની બાબતમાં યુવકના પિતાને ઢોરમાર મારી અપહરણ કર્યું હતું.

મહેસાણામાં આવેલા લખવાડ પાસે આવેલા હનુમાન નગર સોસાયટીમાં રહેતા ઠાકોર પરિવારનો દીકરો અગાઉ એક મહિના પહેલા લગ્નમાં જવાનું કહી એક યુવતીને લઈને ભાગી જવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ ઠાકોર રણજિતસિંહ ગલાબજી પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા. એ દરમિયાન અચાનક બે ઇકો ગાડીઓ ભરીને આવેલા યુવતી પક્ષના લોકો યુવક ના ઘરે આવી હંગામો મચાવ્યો હતો.

યુવતી પક્ષથી આવેલા કણોદરના કેટલાક ઈસમોએ યુવકના પિતાને પોતાની દીકરી પરત સોંપી દો તેવું કહેતા યુવકના ઘર આંગણે હંગામો મચી જવા પામ્યો હતો. જેમાં તેમજ યુવકના પિતાએ કહ્યું કે મારો દીકરો અને તમારી દીકરી ક્યાં છે એ મને જાણ નથી આ સાંભળી યુવતીના પિતાએ ઉશ્કેરાઈ જઇને ઠાકોર રમેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ અન્ય ત્રણ જેટલા માણસોએ ભેગા મળી યુવકના પિતાને માર મારવા લાગ્યા હતા.

ત્યારબાદ ઘર આંગણેથી જબરજસ્તી ઉપાડી અપહરણ કરી ફરાર થઈ ગયા હતા જેથી યુવકની બહેન બંને ઇકો ગાડીઓના નંબર યાદ રાખી પોતાની માતાને જણાવ્યું જેથી સમગ્ર ઘટનામાં આવેલા 10 જેટલા લોકો સામે અપહરણ અને હુમલો કરવા બાબતે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો