હોટલમાં વિકરાળ આગ ભભૂકી:ખેરાલુમાં શીત કેન્દ્ર સામે આવેલું નાસ્તા હાઉસ ભીષણ આગની ચપેટમાં, તમામ સામાન બળીને ખાખ

મહેસાણા23 દિવસ પહેલા
  • રાત્રી દરમિયાન અંબિકા નાસ્તા હાઉસમાં આગ લાગતાં સામાન બળીને ખાખ
  • સ્થાનિક ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં ગઇકાલે ગુરૂવારે રાત્રે મેઇન રોડ પર આવેલા અંબિકા નાસ્તા હાઉસમાં એકાએક આગ લાગતાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ સ્થાનિક ફાયર બ્રિગેડને કરતાં ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુના શીત કેન્દ્રની સામે આવેલા અંબિકા નાસ્તા હાઉસમાં મોડી રાત્રે અગમ્ય કારણોસર આગ લાગતાં અફડાતફડી મચી જવા પામી હતી. રાત્રે લાગેલી આગના પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આગ અંગેની જાણ સ્થાનિક ફાયર વિભાગને કરાતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવી હતી. આગના કારણે હોટલનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આગને લઈને હોટલમાં મોટું નુકસાન પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...