ફોને ચોરને પકડાવ્યા:કડીમાં તસ્કરોએ ચોરી કરી પણ ફોન ભૂલી ગયા, પોલીસે ફોનના આધારે રૂપિયા ચાર લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ અગાઉ બંધ મકાનમાંથી ચાર લાખથી વધુની ચોરી કરી ફરાર થયા હતા
  • પોલીસે સ્થળ પર તપાસ કરતાં ફોન મળી આવ્યો, જેના આધારે પાંચ ઝડપાયા

કડીમાં કરણનગર રોડ પર આવેલી અંબિકા સોસાયટીમાં બે દિવસ અગાઉ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી તેમાંથી ચાર લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. જે મામલે પોલીસે ઘરફોડ ચોરી કરતા પાંચ ચોરોને તેમના ફોનના આધારે ઝડપી લીધા છે.

બે દિવસ પૂર્વે કડીના કરણનગર રોડ આવેલ અંબિકા નગર સોસાયટીમાં એક બંધ મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરો ઘરમાં ઘૂસી કુલ 4 લાખ 80 હજાર 500ની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા, જે મામલે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસે તસ્કરોને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં ચોરી જ્યાં થઈ હતી એ સ્થળે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એક ચોરનો ફોન પોલીસને તપાસ દરમિયાન મળી આવ્યો હતો.

પોલીસે તસ્કરોને ઝડપવા તપાસ ધરી હતી. જેમાં ટેક્નિકલ સર્વેલસનના આધારે દાહોદ ભાંગેલા ત્રણ આરોપીને પકડવા પોલીસ દોડધામ કરી હતી. ચોરોના મોબાઈલ નંબર ચાલુ હોવાથી પોલીસે પોતાની ડી સ્ટાફની બીજી ટીમને આ આરોપીઓને પકડવા માટે દોડાવી હતી.

બે આરોપી ઝડપાયા બાદ બાકી રહેલા ત્રણ આરોપી જે કડી છોડી પોતાના વતન ભાગી રહ્યા હતા. પોલીસને તેમના લોકેશન મળતા પોલીસે પોતાની ડી સ્ટાફની ટીમ તેમની પાછળ દોડાવી હતી. બાદમાં ગોધરા પોલીસને આરોપી અંગે જાણ કર્યા બાદ પોલીસે વોચ ગોઠવી ભાગેલા 3 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ આરોપીઓને પોલીસે ઝડપ્યાં

1 - વોહનીયા મિથુન ભગાભાઈ2- કળમી હિતેષ સોમાભાઈ 3- કળમી અંકુર સોમાભાઈ4- બીલવાડા માન છનાજી5- એક કિશોર

અન્ય સમાચારો પણ છે...