તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:કડીમાં ચડ્ડી બનિયન ગેંગ ત્રાટકી. ચાર મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો, ઘટના સીસીટીવીમાં કેદ

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે માત્ર અરજી લઈ સંતોસ માન્યો

કડી માં છેલ્લા ઘણા દિવસોથી લૂંટ ચોરી અને મારામારીની ઘટના ઓ રોકેટ ગતિએ વધી રહી છે કડીમાં એક પણ દિવસ એવો નથી જતો જે દિવસમાં કોઈ મોટી ઘટના બની ન હોય.

મળતી માહિતી પ્રમાણે કડી માં ચડ્ડી ગેગ ફરી સક્રિય થતા લોકો ની ઊંઘ હરામ થઈ છે કડી ના એક વિસ્તાર માં રાત્રી દરમિયાન ચડ્ડી ગેગ દ્વારા કેટલાક ઘરો ને નિશાન બનાવવામાં આવ્યા હતા જેમાંથી અમુક ઘરો માં કાઈ હાથ ના લાગતા છેવટે એક ઘર માંથી સોનાં ચાંદી ના ઘરેણાં અને અમુક રોકડ રકમ ચોરી થયા ની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

કડી આવેલ છત્રાલ રોડ પર રિયાલયન્સ પેટ્રોલ પપ પાસે આવેલ વાત્સલ્ય વાટિકા માં ગઈ રાત્રે ચડ્ડી ગેગે આતંક મચાવ્યો હતો જેમાં રાત્રી દરમિયાન 3 જેટલા ચડ્ડી બનીયાન ધારી ઈસમો વાત્સલ્ય વાટીકા માં રાત્રી ના 3 વાગ્યા આસપાસ ઘુસી લગભગ 4 જેટલા મકાનો માં ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચોરો ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા ત્યારે એજ સોસાયટી માં એકલવાયું જીવન જીવતા 60 વર્ષીય અંબા બેન પટેલ ના ઘર માં ચડ્ડી ગેગ ઘુસી ને ઘર ના દરવાજા નો નકુચો તોડી તિજોરી માં પડેલા ચાંદી ના 5 સિક્કા, રોકડ 35,000, 1 મોબાઈલ, જેવા નાના મોટા ચાંદી ના ઘરેણાં ચોરો ચોરી ગયા હતા.

રાત્રી દરમિયાન બનેલ ચોરી ની ઘટના માં ત્રણ જેટલા ઈસમો ચડ્ડી અને બનીયાન માં નજરે પડી રહ્યા છે જેમાં અંધારા નો લાભ ઉઠાવી ઘરો માં ચોરી કરવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે સોસાયટી માં આવેલ 172 નંબર ના ઘર માં પણ ચોરી કરવાની કોશિશ ચડ્ડી ગેગ કરી હોવાની માહિતી મળી રહી છે તેમજ 20 નંબર ના મકાન નું લોક ટોળી ઘર માં પ્રવેશ કર્યો હતો જ્યાં ચોરો ને જોડી કપડાં પણ લઈ ગયા હોવાની વિગતો મળી હતી.

કડી પોલીસે માત્ર ફરિયાદી પાસે અરજી લઈ સંતોષ માન્યો હતો કડી માં થોડા મહિના અગાઉ પણ આવી જ રીતે ચડ્ડી ગેગ નો આતંક સામે આવ્યો હતો તેમજ આજે ફરી કડી માં ચડ્ડી ગર્ગ સક્રિય બની છે.

અન્ય સમાચારો પણ છે...