મહેસાણા-અમદાવાદ હાઈવે ઉપર મેવડ ટોલનાકાના શીફ્ટ ઈન્ચાર્જને મેવડના 4 શખ્સોએ માર મારવાની ઘટના બની છે. 10 ઓગષ્ટના રોજ બનેલી ઘટના સંદર્ભે ટોલ કંપનીના સીઈઓએ તાલુકા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગત તા.10-8-2021ના રોજ 4 વાગ્યાના સુમારે મેવડ ટોલબુથ ઉપર મેવડના જશવંત લવજીભાઈ ચૌધરી અને રવિન્દ્ર ડાહ્યાભાઈ ચૌધરીએ શીફ્ટ ઈન્ચાર્જ જગ્ગુ સુરેન્દ્ર પટેલ સાથે બોલાચાલી કરીને ગડદાપાટુનો માર માર્યો હતો.
ત્યારબાદ તા.14-8-2021ના રોજ સવારે 10 કલાકે અગાઉના બંને શખ્સો તેમની સાથે મહેશ લવજીભાઈ ચૌધરી અને અજય ખોડાભાઈ ચૌધરી સાથે ટોલબુથ ઉપર આવી કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી મેવડ ટોલબુથ ઉપર નોકરી માટે આવશો તો બધાને જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી જતા રહ્યા હતા. ચારેય શખ્સોને ટોલબુથ ઉપર નોકરી મેળવવી હોવાથી કર્મચારીઓને ગાળો બોલી જતા રહ્યા હોવાનો ટોલબુથ ચલાવતી ગુજરાત રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ કંપનીના સીઈઓએ આક્ષેપ કરતી ફરિયાદ આપતા તાલુકા પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.