• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Second Wave Of Corona In The District Took 21 Days To Increase The Number Of Active Cases From 20 To 50, Currently 58 In Just 3 Days.

કોરાનાની ઝપટે:જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 20થી 50 થતાં 21 દિવસ લાગ્યા હતા, હાલમાં માત્ર 3 દિવસમાં 58 થયા

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં સતત ત્રીજા દિવસે 10થી વધુ કેસ
  • મહેસાણામાં 4, ઊંઝામાં 5, વિસનગરમાં 3 અને કડીમાં 1 કેસ, ઉનાવામાં 8 વર્ષના બાળક અને કડામાં 73 વર્ષના વૃદ્ધને કોરોના
  • જિલ્લામાં 58માંથી 55 દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા છે, માત્ર 3 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

મહેસાણા જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 13 કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં માત્ર 3 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 58એ પહોંચી છે. બીજી લહેર દરમિયાન એક્ટિવ કેસને 20 થી 50 સુધી પહોંચતાં 21 દિવસ લાગ્યા હતા. ઉનાવાના 8 વર્ષના બાળકથી માંડી કડાના 73 વર્ષના વૃદ્ધ કોરાનાની ઝપટે ચડ્યા હતા. સારવાર લઇ રહેલા 58 પૈકી 55 દર્દી ઘરે સારવાર લઇ રહ્યા છે, જ્યારે માત્ર 3 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જિલ્લામાં બુધવારે આરોગ્ય વિભાગની લેબમાંથી 10 અને ખાનગી લેબમાંથી 3 કેસ સામે આવ્યા હતા. જેમાં ઊંઝામાં 5, મહેસાણામાં 4, વિસનગરમાં 3 અને કડીમાં 1 કેસ રહ્યો હતો. શહેરી વિસ્તારના 6 અને ગ્રામ્ય વિસ્તારના 7 કેસ પૈકી 1 મહિલા અને 12 પુરૂષ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, હાલ જિલ્લામાં 58 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં જે પણ કેસ સામે આવી રહ્યા છે તેમાં કોરોનાના સામાન્ય લક્ષણો હોઇ 55 દર્દીઓને ઘરે જ સારવાર અપાઇ રહી છે. જ્યારે માત્ર 3 દર્દી એવા છે જે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ સાથે આરોગ્ય વિભાગે બુધવારે વધુ 2744 શંકાસ્પદ સેમ્પલ લીધા હતા.

જિલ્લામાં સંક્રમિત દર્દી
મહેસાણા :

મોઢેરા રોડ (20) (પુ)
નાગલપુર (36) (પુ)
રામોસણા રોડ (42) (પુ)
પાલાવાસણા (36) (પુ)
ઊંઝા : રૂસાતનગર (57)(પુ)
ઉનાવા (8) (પુ)
ઉનાવા (28) (પુ)
ઉનાવા (55) (સ્ત્રી)
ઉનાવા (29) (પુ)
વિસનગર :
મહેસાણા ચોકડી (35) (પુ)
કાંસા (33) (પુ)
કડા (73) (પુ)
કડી : વાત્સલ્યનગર (33)(પુ)

તબીબોના મતે ત્રીજી લહેરમાં ફેબ્રુઆરીમાં પીક આવી જશે, ત્રીજી લહેરનો સમય ટૂંકો રહેશે
મહેસાણાના તબીબોના મતે, હાલમાં જે રીતે કોરોનાના કેસો આવી રહ્યા છે, તે જોતાં લાગી રહ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની પીક આવી જશે. આ સાથે અગાઉની બે લહેરો કરતાં કેસોની સંખ્યા વધુ રહેશે. પરંતુ મૃત્યુદર ઘણો ઓછો હશે. તેમજ જેટલી ઝડપી પીક આવશે તેટલી ઝડપી કેસો ઘટશે. એટલે કે, અગાઉની બે લહેર કરતાં ત્રીજી લહેરનો સમય ટૂંકો રહેશે.

અન્ય સમાચારો પણ છે...