• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Scheme Of Assistance In Potato Crop Is Good, But The Farmers Are Confused As There Is No Clarity As To When The Assistance Will Be Received

ખેડૂતોને સહાય:બટાટાના પાકમાં સહાયની યોજના સારી, પણ સહાય ક્યારે મળશે તેની સ્પષ્ટતા ન થતાં ખેડૂતો મૂંઝવણમાં

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં બટાટાનું 10491 પૈકી 9419 હેક્ટર વાવેતર માત્ર વિજાપુર તાલુકામાં થયું હતું

શિયાળુ સિઝનમાં જિલ્લામાં થયેલા 10,491 હેક્ટર બટાટાના વાવેતર પૈકી 9419 હેક્ટર માત્ર વિજાપુર તાલુકામાં થયું હતું. પાકના ઉતારા સમયે બટાટાના ભાવ ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સમયે સરકારે બટાટાના સ્ટોરેજ માટે 600 બોરીની મર્યાદામાં બોરી દીઠ રૂ.50 તેમજ નિકાસ માટે પ્રતિ મેટ્રીક ટને રૂ.750ની સહાય જાહેર કરી છે. વિજાપુર તાલુકાના ખેડૂતોએ સહાયને રાહત સમાન ગણી છે. પરંતુ ક્યારે અને કેવી રીતે મળશે તે સ્પષ્ટ કરવા કહી રહ્યા છે.

સરકારની બટાટા સહાય યોજના અંગે ખેડૂતો અને વેપારીઓએ દિવ્ય ભાસ્કરને જણાવ્યો મત

  • સરકારે નિકાસ માટે પ્રતિ મેટ્રીક ટને રૂ.750ની સહાય સામે બીજા રાજ્યમાં નિકાસ પાછળ ખેડૂતને રૂ.2500થી 3000 ખર્ચ પડે છે. કોલ્ડ સ્ટોરેજમાં પ્રતિ બેગે રૂ.50 પ્રમાણે રૂ.30 હજારની મળવાપાત્ર સહાય સામે ખેડૂતને સ્ટોરેજનો ખર્ચ રૂ.1.20 લાખ જેટલો થાય છે. ખેડૂતના ખર્ચના 25થી 30%ની સહાય છે. પરંતુ ક્યારે મળશે તેની સ્પષ્ટતા નથી. - રમેશ પટેલ, ખેડૂત
  • ચાલુ સાલે બટાટાના ઓછા ભાવે ખેડૂતોને ચિંતામાં મુક્યા હતા. તેમજ વાતાવરણ બગડતાં બેવડા મારનું સંકટ ઊભું થયું હતું. આ સમયે સરકારે સહાયનું ધોરણ જાહેર કરતાં મારા જેવા ખેડૂતોને મોટી રાહત મળી છે. ખાસ તો સ્ટોરેજ માટે કિલોએ રૂ.2.20ના ભાવ સામે રૂ.1ની સહાય મોટી રાહતની વાત છે. સહાયથી ખેડૂતોના ખર્ચમાં રાહત મળી છે. - ઇન્દ્રભાઇ પટેલ, ખેડૂત
  • સ્ટોરેજ માટે રૂ.50ની સહાયથી ખેડૂતોનું આર્થિક ભારણ ઘટશે. તમમ સહાયમાં ખાવાના બટાટાની સહાયને વધુ ભાર આપવાની જરૂર હતી. કેમકે, વિજાપુરના ખેડૂતો સૌથી વધુ ખાવાના બટાટાની ખેતી કરે છે. સરકારે ખાવાના બટાટાના નિકાસ પર 25 ટકાની સહાય આપી છે. જો સહાયનું ધોરણ થોડું વધે તો ખેડૂતોને ઘણો ફાયદો થાય. - દીપભાઇ પટેલ, વેપારી

ગુજરાત પોટેટોના સભ્યએ ચેતવ્યા, સહાય સારી પણ ગેરરીતિ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે
સરકારનું સહાય પેકેજ ખેડૂતો માટે સારું છે. પરંતુ ગેરરીતિ ન થાય અને એજન્ટ પ્રથા ન આવે તે રીતે યોજના વિશેની તમામ માહિતી ખેડૂતોને અપાય તેમજ યોજના માટેની પ્રક્રિયા સરળ હોવી જરૂરી છે. હાલ કોલ્ડ સ્ટોરેજ હોય તેવા જ વેપારી ગ્રેડ પે હાઉસ બનાવી શકે છે. જો સરકાર અલગથી ગ્રેડ પે હાઉસની મંજૂરી આપે તો બટાટાની નિકાસ વધશે. નિકાસ વધે તો ખેડૂતોને સારા ભાવ મળશે.થાય. > અજયભાઇ પટેલ, કારોબારી સભ્ય, ગુજરાત પોટેટો

અન્ય સમાચારો પણ છે...