તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મહેસાણા સિટીબસના નક્કી કરેલા 8 રૂટ મંજૂરી માટે પ્રાદેશિક કમિશ્નરને મોકલાયા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિટીબસની સમય, સ્ટોપ સહિત તમામ માહિતી મળી રહે તે માટે એજન્સી એપ બનાવશે

મહેસાણા શહેરમાં રક્ષાબંધનના દિવસથી સિટી બસસેવા શરૂ કરવા પાલિકાએ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત બુધવારે 8 રૂટ નક્કી કરી મંજૂરી માટે પ્રાદેશિક કમિશ્નર ગાંધીનગર મોકલી અપાયા હતા. પાલિકાની ફાયર શાખાના સૂત્રોએ કહ્યું કે, સિટી બસની એજન્સી દ્વારા શહેરીજનો માટે કયા રૂટમાં કેટલા વાગે ક્યાં સિટી બસ આવશે તે જાણવા માટે મોબાઇલ ઓનલાઇન એપ્લીકેશન બનાવવામાં આવી રહી છે.

હાલમાં 8 રૂટ નક્કી કરાયાં છે, તેમાં વિસ્તારોની માંગણીઓ અને જરૂરિયાતોને ધ્યાને લઇ સમયાંતરે રૂટમાં ફેરફારને અવકાશ છે. હાલમાં તોરણવાળી માતા ચોક, અવસર પાર્ટીપ્લોટ, બાયપાસ ડી માર્ટ, નાગલપુર કોલેજ, વિકાસનગર, સિદ્ધાર્થ વિદ્યાલય, માનવ આશ્રમ ચોકડી, રામોસણા ચોકડી, આરટીઓ સહિત મેઇન પોઇન્ટોને આવરી લઇ 8 રૂટનું આયોજન કરાયું છે.

જે એજન્સી સોફ્ટવેરમાં નાંખી સમય પત્રક બનાવશે. જેમાં નંબરવાઇઝ બસ કયા સ્ટોપેજે ક્યારે આવશે તે સમય મેળવી આખરી ઓપ અપાશે. પાસ યોજના, ટિકિટદર, કયા સ્ટોપ ઉપર બસ કેટલા વાગે આવશે વગેરે માહિતી મોબાઇલ એપથી શહેરીજનોને મળી રહે તે માટે ગુરૂકૃપા એજન્સી દ્વારા એપ બનાવાઇ રહી છે. જ્યારે જીપીએસ સિસ્ટમથી બસ કેટલાક કિલોમીટર ફરી તેના આધારે બિલ તૈયાર થશે.

અન્ય સમાચારો પણ છે...