તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉચાપત:ઉચાપત અને વૃક્ષછેદન મામલે ભેંસાણા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ પહેલાં કરેલી રૂ. 36 હજારની ઉચાપતમાં દોષિત ઠર્યા
  • સરપંચ વનરાજસિંહ ઝાલાને હોદ્દા પરથી દૂર કરવા ડીડીઓનો આદેશ

મહેસાણા તાલુકાના ભેંસાણા ગામના સરપંચ વનરાજસિંહ ઝાલાએ ત્રણેક વર્ષ પહેલાં કરેલી રૂ.36 હજારની ઉચાપત અને પરવાનગી વગર 6 વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાના મામલે જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સરપંચના હોદ્દાથી દૂર કરવા આદેશ કર્યો છે.

ભેંસાણા ગામમાં વર્ષ 2018માં પાણીની ઓવરહેડ ટાંકી બનાવવા લોકફાળો ઉઘરાવાયો હતો. જેમાં સરપંચ વનરાજસિંહ કેશાજી ઝાલાએ રૂ.36 હજારની રકમ જમા લેવાની જગ્યાએ હાથ પર રાખ્યા હતા. બીજી બાજુ ગામના તળાવ વિસ્તારમાંથી પરવાનગી વગર 6 બાવળના વૃક્ષો કાપી નાખ્યાં હતા. વૃક્ષછેદન મામલે મહેસાણા મામલતદાર દ્વારા રૂ.1500 દંડ ફટકારાયો હતો. જોકે, સરપંચે દંડ ભરવાની જગ્યાએ પ્રાંત અધિકારીની કોર્ટમાં રિવીઝન અરજી દાખલ કરી હતી. જેમાં સરપંચ દોષિત ઠર્યા હતા.

સરપંચ સામે ઉચાપત અને વૃક્ષછેદનનો કેસ જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીએ ચલાવતાં બંને આરોપોમાં સરપંચ દોષિત ઠર્યા હતા. જેને લઇ સરપંચ વનરાજસિંહ ઝાલાને હોદ્દા પરથી દૂર કરવા ડીડીઓએ આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...