તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાત્રે ચાલવા જતા હોવ તો સાવધાન:મહેસાણામાં વોકિંગમાં નીકળેલી મહિલાના ગાળામાંથી સોનાના દોરાની ચીલઝડપ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રીટ લાઈટો બંધ હોવાનો ફાયદો ઉઠાવી ચોર ફરાર

મહેસાણા શહેર માં ગત રાત્રે ઘર કામ પતાવી બે મહિલા હાઇવે પર વોકિંગ પર નીકળી હતી એ દરમિયાન એક્ટિવ ચાલકે પાછળથી આવી મહિલાના ગળામાં પહેરેલો સોનાનો દોરો ખેંચી ફરાર થવાની ઘટના સામે આવી છે.

મહેસાણામા રાત્રી નવ વાગ્યા દરમિયાન બે મહિલાઓ ઘર કામ પતાવી પોતાની સોસાયટીમાંથી ચાલવા નીકળી હતી. એ દરમિયાન આ બે મહિલાઓ ચાલતા ચાલતા વાઇડ એન્ગલ બાજુ આવેલ વિકાસ નગર પાટિયા પાસે પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન એક ઈસમ પોતાનું એક્ટિવ લઈને મહિલાઓની પાછળ આવી રહ્યો હતો.એક્ટિવા ધીમું પાડી એક્ટિવ ચાલકે મહિલાના ગળામાં પહેરેલો સોનાનો દોરો જેની કિંમત 60 હજાર ઝૂંટવી અંધારાનો લાભ ઉઠાવી વાઇડ એન્ગલ બાજુ એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો.

મહિલાએ બૂમાં બમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલાએ અજાણ્યા એક્ટિવા ચાલક વિરુદ્ધ મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...