બિસ્માર રોડ:મહેસાણા રેલવે સ્ટેશન રોડનાં સળિયા બહાર નીકળ્યા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલ ગોડાઉનથી ગોપીનાળાને જોડતાં આ રોડના ત્રણ વર્ષમાં જ છોતરાં નીકળી ગયાં

મહેસાણા રેલવે સ્ટેશનની પાછળ અને માલ ગોડાઉનથી ગોપી નાળાને જોડતા રોડ બન્યાના ટૂંકા ગાળામાં બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયા છે. એમાંય રેલવે સ્ટેશન પાછળ બનાવેલા રોડના તો સળિયા બહાર દેખાવા લાગ્યા છે. રોડ પર પડેલા ખાડાને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અંદાજે એકાદ કિલોમીટરના આ રોડમાં એટલા મોટા ખાડા પડી ગયા છે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે તે સમજાતું નથી. શહેરના એક ભાગ માલ ગોડાઉનથી બીજા ભાગ ગોપીનાળા તરફ જવા માટે શહેરીજનો માટે આશીર્વાદ રૂપ બનેલો રોડ હાલ તો ટુ વ્હીલર વાહન ચાલકોની કેડો ભાગી રહ્યો છે.

એમાંય માલ ગોડાઉન નજીકથી શરૂ થતા આ રોડના આગળના ભાગમાં માત્ર ત્રણ વર્ષમાં જ લોખંડના સળિયા બહાર દેખાવા માંડ્યા છે.જ્યારે ગોપી નાળાથી રેલવે સ્ટેશન પ્રવેશવાનો રોડ અંદાજે એકાદ વર્ષ પૂર્વે જ બનાવ્યો હોવા છતાં તેમાં પણ પડી ગયેલા ખાડા વાહન ચાલકો માટે અકસ્માતનું કારણ બની રહ્યા છે.રેલવેની હદમાં આવતાં આ રોડનું સમારકામ પણ રેલવે તંત્ર કરતું નથી. જેને લઇ વાહનચાલકો હેરાન થઇ રહ્યા છે. ટૂંકા ગાળામાં રોડ તૂટી જતાં તેની ગુણવત્તાને લઈને પણ શહેરીજનોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...