તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Roar Of The Farmers Of Motidau Village, According To The New Law, If The Benefit Of Jantri Is Not Received, Land Acquisition Will Not Take Place

જમીન સંપાદન મામલો:મોટીદાઉ ગામના ખેડૂતોનો હુંકાર, નવા કાયદા મુજબ જંત્રીનો લાભ નહીં મળે તો જમીન સંપાદન નહીં થાય

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં મોટીદાઉ ગામના વિવાદીત રેલવે બ્રીજની સુનાવણી. - Divya Bhaskar
મહેસાણામાં મોટીદાઉ ગામના વિવાદીત રેલવે બ્રીજની સુનાવણી.
  • મહેસાણા રેલવે ઓફિસમાં મોટીદાઉ જમીન સંપાદન મામલે ચોથી સુનાવણી

મહેસાણા તાલુકાના મોટીદાઉમાં રેલવે કોરીડોરમાં જમીન સંપાદન મામલે બુધવારે પિલાજીગંજ ખાતે રેલવે ઓફિસમાં સુનાવણી હાથ ધરાઇ હતી. આ મામલે રેલવેના પ્રાંત અધિકારીએ આ મામલે જિલ્લા કલેક્ટરને પોતાનો અભિપ્રાય મોકલી આપવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં આ મામલે 3 વખત સુનાવણી હાથ ધરાઇ ચુકી છે.

મોટીદાઉના ખેડૂતોએ રેલવે કોરીડોરમાં જતી જમીન મામલે રેલવે વિભાગમાં પોતાની વાંધા અરજીઓ મુકી હતી. જેમાં ખેડૂતોએ 2011 ની જંત્રીને રદ કરી નવી જંત્રી અને નવા કાયદા મુજબ જમીન સંપાદન કરવા માંગ કરી હતી. આ મામલે ખેડૂતો તરફે વકીલ નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ મામલે અગાઉ ત્રણ વખત સુનાવણી હાથ ધરાઇ ચુકી હતી. બુધવારે શહેરના પિલાજીગંજ ખાતે આવેલી રેલવે ઓફીસમાં પ્રાંત અધિકારીએ સુનાવણી હાથ ધરી હતી. જેમાં રેલવેના પ્રાંત અધિકારીએ આ મામલે પોતાનો અભિપ્રાય જિલ્લા કલેક્ટરને મોકલી આપવાનું કહ્યું હતું. ખેડૂતોને જ્યાં સુધી નવા કાયદા મૂજબ જંત્રીનો લાભ નહીં મળે ત્યાં સુધી ખેડૂતો જમીન સંપાદન નહીં કરે.

અન્ય સમાચારો પણ છે...