તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પત્નીને છૂટાછેટા આપ્યા વિના નિવૃત્ત પોલીસપુત્રએ બીજાં લગ્ન કરી લીધાં

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉપેરાની યુવતીની પતિ, સાસુ, સસરા અને બનેવી સામે ફરિયાદ
 • ઊંઝા પોલીસે ચાર સાસરિયાં સામે ગુનો નોંધી કાર્યવાહી કરી

ઊંઝાની પરિણીતાને તેનો પતિ તું મને ગમતી નથી તેમજ સાસુ-સસરા કામકાજ અંગે મેણાં ટોણાં મારી શારિરીક માનસિક ત્રાસ ગુજારી કાઢી મૂકતાં એક વર્ષથી પિયર ઉપેરા રહેતી હતી. બાદમાં છુટાછેટા આપ્યા વગર તેના પતિએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જેની લગ્નનોંધ સાથે મહિલાએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં પતિ, નિવૃત્ત પોલીસ એવા સસરા, સાસુ અને બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

હાલ ઊંઝાના ઉપેરા ગામે માતાના ઘરે રહેતાં કલ્પનાબેન પરમારના 28 એપ્રિલ 2008માં ઊંઝાના ચિરાગ અશોકભાઇ પરમાર સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નગાળા દરમિયાન તેમને સંતાનમાં એક દીકરો છે, જે હાલ સાસરીમાં પતિ, સાસુ તેમજ નિવૃત પોલીસકર્મી સસરા પાસે રહે છે. લગ્નના 11 વર્ષ સુધી કલ્પનાબેનને સાસરી પક્ષવાળા સારુ રાખતા હતા. ત્યાર બાદ સાસરિયા કામકાજ બાબતે મહેણાં ટોણાં મારતાં તેમજ પતિ ચિરાગ તું મને ગમતી નથી તેમ કહી ઝઘડા કરતો હતો. મારઝુડ અને માનસિક ત્રાસ આપી ગત ડિસેમ્બર 2019માં કાઢી મૂકતાં હાલ પિયરમાં માતાના ઘરે રહે છે. ત્યાર બાદ સાસરીપક્ષ તરફથી કોઇ તેડવા કે પરત લેવા આવ્યા નહોતા તેમજ પતિએ છુટાછેટા આપેલા ન હોવા છતાં બીજા લગ્ન કરી લીધા હતા. જે અંગેની જાણ થતાં પરિણીતાએ તેના પતિ ચિરાગ અશોકભાઇ પરમાર, સસરા અશોકભાઇ બબાભાઇ પરમાર, સાસુ સવિતાબેન પરમાર તેમજ બનેવી પ્રકાશ ચતુરભાઇ (કલોલ) વિરુદ્ધ કલમ 498એ, 494, 323 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો