ભરતી મેળો મોકૂફ:મહેસાણામાં 5 મેંના રોજ યોજનાર ભરતી મેળો વહીવટી કારણોસર મોકૂફ રાખાયો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ માહિતી માટે કચેરીના 6357390390 નંબર પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું

મહેસાણા શહેરમાં આગામી સમય ગાળા દરમિયાન GIDC હોલ ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવનાર હતો. જે હાલમાં વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવ્યો છે. બાદમાં નવીન આયોજન થયા બાદ ફરીથી ભરતી મેળો યોજવામાં આવનાર છે.

મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા 05 મે ગુરૂવારના રોજ સવારે 09-00 કલાકે GIDC કોમ્યનિટિ હોલ, પાણીની ટાંકી પાસે મોઢેરા ચાર રસ્તા મેહસાણા ખાતે આયોજીત ઔધોગિક રોજગાર ભરતી મેળો વહીવટી કારણોસર મોકુફ રાખવામાં આવ્યો છે. જેમાં નવીન આયોજન થયા બાદ ફરીથી રોજગાર વાંચ્છુઓને તારીખ, સ્થળ અને સમયની જાણ કરવામાં આવનાર છે. આ અંગેની વધુ માહિતી માટે કચેરીના રોજગાર સેતુ કોલ સેન્ટર ફોન નંબર 6357390390 પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી એ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...