તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પશુપાલકોને ફટકો:કપાસિયા પાપડીના ભાવ છેલ્લા એક વર્ષમાં રૂ.1100થી વધી રૂ.1750 થયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુદાણના ભાવમાં 65 ટકા વધારાથી પશુપાલકોને ફટકો

ખેડૂતોને ખેતરમાં ખેડ કરવામાં ડીઝલ મોંઘુ પડી રહ્યું છે. ત્યાં પશુદાણમાં સૌથી વધુ વપરાતા કપાસિયા પાપડીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 65 ટકાનો ભાવવધારો થતાં પશુપાલકોને આર્થિક ફટકો પડ્યો છે. ગત વર્ષે 50 કિલોની બેગના રૂ.1100 આસપાસ ભાવ હતો, જે દર મહિને વધતાં વધતાં હાલ રૂ.1750એ પહોંચ્યો છે. કપાસનું ઓછું ઉત્પાદન અને ઊંચા ભાવની અસર તેની ડેડ પ્રોડક્ટના ભાવ ઉપર પડી રહી હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં વર્ષે એક લાખથી વધુ કપાસિયા પાપડીની બેગની ખપત રહેતી હોવાનો અંદાજ છે. મહેસાણા માર્કેટયાર્ડ સહિત જિલ્લામાં કેડલફીડની નાની-મોટી પેઢીઓમાં કપાસિયા પાપડીના ભાવ ગત મહિને 50 કિલોના રૂ.1600 હતા, જેમાં રૂ.150 વધીને રૂ.1750 થયા છે. વેપારી પવનભાઇ ચૌધરીએ કહ્યું કે, ડિસેમ્બર અંતમાં કપાસિયાના ભાવ વધ્યા છે. ગત વર્ષે કપાસની ગાંસડીના ભાવ રૂ.1100 હતા, જે વધીને મે મહિનામાં રૂ.1500 થયા. કપાસ પિલાઇ પછી રો-મટિરિયલમાં ડેડ પ્રોડક્ટ કેટલફીડ પાપડીના ભાવમાં છેલ્લે ડિસેમ્બરથી વધારો થઇ રહ્યો છે. હાલમાં 50 કિલોના રૂ.1750થી 2000 સુધીના ભાવ ગુણવત્તા પ્રમાણે પહોંચ્યા છે. કપાસખાણમાં ઓઇલ ટકાવારી પ્રમાણે ભાવ નક્કી થતા હોય છે. ગત મહિને રૂ.1600 ભાવ હતો, જે વધીને હાલ રૂ.1750 થયો છે. જોકે, કપાસના ભાવ ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ હોઇ તેની અસર પશુદાણના ભાવમાં વર્તાઇ છે.

અન્ય સમાચારો પણ છે...