કાર્યવાહી:પાલિકાને પોલીસ બંદોબસ્ત ન મળતાં દબાણ કાર્યવાહી 2 દિવસ પાછી ઠેલાઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીબી રોડ, જનતા સુપર માર્કેટ પાછળનું દબાણ હવે 18મીએ હટાવાશે

મહેસાણા શહેરમાં ટીબી રોડ પર ટાઇગર પાર્લર અને બાજુમાં ગેરકાયદે દુકાનોનું બાંધકામ તેમજ જનતા સુપર માર્કેટ પાછળ માર્જીનમાં થયેલ બાંધકામ સોમવારે દૂર કરવા પાલિકાએ એ ડિવિઝન પોલીસ પાસે બંદોબસ્ત માગ્યો હતો. જોકે, પૂરતો પોલીસ સ્ટાફ ઉપલબ્ધ ન હોઇ બે દિવસ પછી ફાળવવાનું જણાવાતાં પાલિકા દ્વારા હવે 18મીએ બંદોબસ્ત મળ્યે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરાશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

નગરપાલિકાએ ટીબી રોડ ટાઇગર પાર્લર અને બાજુની દુકાનનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા સોમવારે સવારે 11.30 વાગે તેમજ જનતા સુપર માર્કેટમાં બાંધકામ દૂર કરવા બપોરે 3.30 વાગે 6 મહિલા અને 5 પુરૂષ કોન્સ્ટેબલનો બંદોબસ્ત ફાળવવા પોલીસમાં લેખિત જાણ કરી હતી. જોકે, સ્ટાફના અભાવે બંદોબસ્ત ન મળતાં હવે બે દિવસ પછી આ કાર્યવાહી થશે. પાલિકાના સૂત્રો મુજબ, ટાયગર પાર્લર અને બાજુની દુકાનનું ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી 18મીએ પોલીસ બંદોબસ્ત મળ્યે થઇ શકે છે.

અનામત પ્લોટ ખાલી કરવા તક અપાશે
ટીબી રોડ આર્થિક નબળા વર્ગ માટે અનામત પ્લોટમાં ગેરકાયદે મકાનોનાં દબાણો દૂર કરતાં પહેલા જગ્યા ખાલી કરવા નોટિસ આપી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...