તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:જિલ્લા-તાલુકા પંચાયતની 5 જાન્યુઆરીએ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થશે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચૂ઼ટણી તંત્ર દ્વારા પ્રાથમિકથી આખરી મતદારયાદીનો કાર્યક્રમ નક્કી કરી દેવામાં આવ્યો છે.જેમાં મહેસાણા જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયતોની આગામી તા. 5 જાન્યુઆરીએ વિભાગવાર મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધ કરવામાં આવશે.જ્યારે મહેસાણા, કડી, ઊંઝા અને વિસનગર એમ ચાર નગરપાલિકાની 5 જાન્યુઆરીએ વોર્ડવાઇઝ મતદારયાદીની પ્રસિધ્ધિ કરાશે. મહેસાણા જિ.પંચાયત અને 10 તા. પંચાયતની 5મીએ પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધી બાદ મતદારયાદી બાબતે 18 જાન્યુઆરી સુધી દાવા અરજીઓ સ્વિકારવામાં આવશે.25જાન્યુઆરીએ દાવા અરજીઓની ચકાસણી કરીને આખરી નિર્ણય લેવાશે.

બાદમાં મતદાર મંડળોની 2021ની ફોટોવાળી મતદારયાદીની પુરવણી મતદારયાદી સહિત વિભાગવાર 2 ફેબ્રુઆરીએ આખરી પ્રસિધ્ધિ થશે. જ્યારે ચાર નગરપાલીકાની 5 જાન્યુઆરીએ મુસદ્દારૂપ મતદારયાદી બાદ પ્રક્રિયાના અંતે ચૂ઼ટણીમાં ઉમેદવારી રજૂ કરવાની છેલ્લી તારીખના 10 દિવસ પહેલા પુરવણી સહિતની આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો